રાજકોટમાં દારૂની 6300 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો : 34.30 લાખનો મુદ્દામાલ જપ્ત - At This Time

રાજકોટમાં દારૂની 6300 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો : 34.30 લાખનો મુદ્દામાલ જપ્ત


રાજકોટમાં દારૂની 6300 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો હતો જેમાં 34.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રાજકોટની ભાગોળે એરપોર્ટ પોલીસ મથકની હદમાં અમદાવાદ - રાજકોટ હાઇવે પર પ્રભુ કૃપા ફાર્મ નજીક, કાવેરી હોટલ પાસે વોચ ગોઠવી દારૂ ઝડપી લેવાયો હતો, આ સાથે ટ્રક ચાલક રાજસ્થાનના શ્રવણકુમાર પાંચારામ બિશ્નોઈ (ઉ.વ.33, રહે.ભવાની પુરા, જિ. બાડમેર)ની ધરપકડ કરાઈ હતી. દારૂ કોને પહોંચાડવાનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે આગવી ઢબે પૂછપરછ- તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમ દારૂની હેરફેર કરતા તત્વો પર નજર રાખી રહી હતી. દરમિયાન પીએસઆઈ કે.ડી.પટેલ અને તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર પ્રભુકૃપા ફાર્મની સામે, કાવેરી હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી હતી કે, જીજે 06-એઝેડ 9104 નંબરનો ટ્રક ચોટીલાથી રાજકોટ તરફ આવી રહ્યો છે. આ ટુકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે બાતમી વાળો ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ટેન્કર ટાઈમ ટ્રકમાંથી દારૂની રૂ।.24,19,500ની કીંમતની 6300 બોટલ મળી આવી હતી.
ટ્રક ચાલક શ્રવણકુમારની ધરપકડ કરાઈ હતી. દારૂનો જથ્થો, રૂ।.10 લાખની કીમતીનો ટ્રક, રૂ।.10500ની કિંમતના બે મોબાઈલ ફોન મળી રૂ।.3430000નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો અને આરોપી આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યો. અહીં કઈ જગ્યાએ ઉતારવાનો હતો? કોણે દારૂ મંગાવ્યો અને કોણે સપ્લાય કર્યો? તે અંગે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ડીસીપી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આ કામગીરી ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી.ગોહિલ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી.પટેલની રાહબરીમાં એએસઆઈ રણજીતસિંહ પઢીયાર, હેડકોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા વગેરે ફરજ પર રહ્યા હતાં.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દારૂનો જથ્થો જે ટ્રકમાંથી ઝડપાયો તે ટ્રક ટેન્કર ટાઈપ છે. દરોડા દરમિયાન પોલીસને અગાઉથી જ બાતમી હોય. ટેન્કરની ડીઝલ ટેન્કની ઉપર ટેન્કરમાં ચોરખાનું બનાવાયું હતું. આ ચોરખાનાનું પતરૂ ખોલી જેમાં દારૂની પેટીઓ મળી આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.