શેઠ શ્રી એમ સી મહેતા ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં નવરંગ નેચર સિડ્સ ની શાકભાજી પરીરક્ષણ શિબિર
શેઠ શ્રી એમ સી મહેતા ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં
નવરંગ નેચર સિડ્સ ની શાકભાજી પરીરક્ષણ શિબિર
દામનગર શહેર ની નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે ૧૯ જૂન ના રોજ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં નવરંગ નેચર સીડ્સ દ્વારા શાકભાજી પરીરક્ષણ શિબિર ચાલો આપણા આંગણા માં ઉગાડી એ તાજા શાકભાજી અંતર્ગત વિવિધ શાકભાજી ના સિડ્સ નું માર્ગદર્શન પ્રદર્શન યોજવામાં આવેલ હતું આ પ્રદર્શન માં બાલા સાહેબ ઇલિયાસભાઇ દ્રારા બિયારણ રોપવાનું માવજત અને સંવર્ધન અંગે જીણવટ ભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ નૂતન અભિગમ ને શાળા ના તમામ કર્મચારી ગણ દ્રારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ બિયારણ ની ઉપયોગિતા થી અવગત થઈ ને પોતાના આંગણા માં તેમજ ખેતી ની જમીન મા તેનો વાવેતર વિચાર આત્મસાત કરેલ હતો.આ અલગ જ પ્રકારનો ઉપયોગી પરિસંવાદ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી થી કાર્યાન્વિત થયેલ હતો. શાળા ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પાર્થેશભાઈ ત્રિવેદી સહિત ના શિક્ષક સ્ટાફ શાળા પરિવાર ના સંકલન થી સુંદર આયોજન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.