નેસ્કા ( નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન ) દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા અંગે સેમીનાર યોજાયો - At This Time

નેસ્કા ( નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન ) દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા અંગે સેમીનાર યોજાયો


નેસ્કા ( નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન ) દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા અંગે સેમીનાર યોજાયો

સુરત શહેર માં પૂર્વ અને ઉતર વિસ્તાર માં ખાનગી પ્રેક્ટીસ કરતા કન્સલ્ટન્ટ ડોક્ટરો નું એસોસિએશન નેસ્કા દ્વારા ગુરુવાર ના રોજ વરછા રોડ ખાતે ગ્રાહક સુરક્ષા કાયદા અંગે એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ આ અંગે વધુ માહિતી આપતા નેસકા ના પ્રમુખ ડો. રેણુબેન ગોસાઈ એ જણાવ્યું કે વર્તમાન સમય માં ડોક્ટર અને દર્દીઓ વચ્ચે ના સંબંધો ની ખાઈ વધતી જાય છે અને જેના કારણે દર્દીઓ ગ્રાહક સુરક્ષા ફોરમ માં વળતર માટે જતા હોય છે ત્યારે કાયદા માં ડોકટરો અને દર્દીઓ માટે વિવિધ જોગવાઈઓ અને તેના પરિણામો અંગે ચર્ચા કરવા માટે આ સેમીનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય વક્તા તરીકે સુરત જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ ના પ્રમુખ જજ શ્રી પી.પી.મેખીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ના વિવિધ અનુભવો ઉપરાંત ડોકટરો એ કાયદા માં જોગવાઈ અનુસાર દર્દીઓ ના હિત માટે અને પોતા ના કાયદાકીય સ્વ બચાવ માટે શું કાળજી રાખવી જોઈએ એ અંગે વિસ્તૃત માહિતી આપેલ. દર્દીઓ ક્યાં ક્યાં સંજોગોમાં ડોકટરો સામે ફરિયાદ કરી શકે તે અંગે તેમણે વિવિધ કાયદા જેવાકે ક્રિમીનલ, સિવિલ તેમજ કન્ઝ્યુમર વિષે ઉપસ્થિત ડોકટરો ને માહિતગાર કરેલ. આ સેમીનાર માં અન્ય વક્તા તરીકે શહેર ના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સુરત ગ્રાહક સુરક્ષા ફોરમ ના સભ્ય શ્રી ડો.તિર્થેશ મહેતા એ જણાવ્યું કે ડોકટરો દ્વારા કોઈ પણ પ્રોસીઝર માં કોમ્પ્લીકેશન એ સામાન્ય બાબત છે અને કોઈ પણ દર્દી ને થઇ શકે પરંતુ તેનું સમયસર નિદાન અને સારવાર કરવું જરૂરી છે. તેમણે વધુ માં જણાવ્યું કે ડોકટરો અને દર્દીઓ વચ્ચે સંવાદ એ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે પુરતું પેપર વર્ક પણ કરવું જરૂરી છે. આ ઉપરાંત સેમીનાર માં શહેર ના જાણીતા મેડીકો લીગલ એક્સપર્ટ ડો. વીનેશ શાહે જણાવ્યું કે કોઈ પણ ડોક્ટરે વિમો ખુબજ અનિવાર્ય છે તેમણે આઈ.એમ. એ દ્વારા આપવામાં આવતી સ્કીમ વિષે પણ માહિતી આપેલ. કાર્યકમ માં ડો. ભાવિન પટેલ અને ડો. વિજય કાનાણી દ્વારા સંકલન કરી ત્રણેય નિષ્ણાંતો ને અનેક પ્રશ્નો પૂછવામાં આવેલ અને નિષ્ણાતો દ્વારા તેમના સંતોષકારક જવાબ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો.અર્પિત વાછાણી તેમજ ડો.રિમ્પલ ઉંધાડ દ્વારા કરવમાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું આયોજન મંત્રી શ્રી ડો. રવીન્દ્ર કોરાટ ના માર્ગદર્શન હેઠળ નેસ્કાટીમ દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.