મુસાફરોનું વેઇટીંગ લિસ્ટ ઘટાડવા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી છ ટ્રેનોમાં વધુ કોચ જોડાશે
મુસાફરોની સુવિધા માટે અને વેઇટીંગ લિસ્ટ ઘટાડવા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, જે ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે
તેમાં 15046-15045 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઓખાથી 25-12-2022થી અને ગુવાહાટીથી 22-12-2022થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. 22924-22923 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં જામનગરથી 3-1-2023થી અને બાંદ્રાથી 2-1-2023થી બે વધારાના સેક્ધડ સ્લીપર કોચ લગાડવામાં આવશે. 19568-19567 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ ટ્રેનમાં ઓખાથી 6-1-2023થી અને તુતીકોરીનથી 8-1-2023થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે.
19269-19270 પોરબંદર-મુઝફફરપુર મોતિહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 5-1-2023થી અને મુઝફફરપુરથી 8-1-2023થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. 20937-20938 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 03-01-2023થી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 5-1-2023થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. 19202-19201 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ3ેસ ટ્રેનમાં પોરબંદરથી 03-1-2023થી અને સિકંદરાબાદથી 4-1-2023થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.