જેસાવાડા પોલીસે હિંમતનગર એ.ડીવીઝન, બી-ડીવીઝન તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ-૧૩ ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો. - At This Time

જેસાવાડા પોલીસે હિંમતનગર એ.ડીવીઝન, બી-ડીવીઝન તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ-૧૩ ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.


પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષકજે. પી. ભંડારી ના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને જેસાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એમ. રામી તથા એ.એસ.આઇ સિરાજ શેખ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એમ. રામી ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિંમતનગર એ.ડીવીઝન પો.સ્ટે.ના તથા હિંમતનગર બી.ડીવીઝન પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ફુલ-૧૩ ગુન્હાઓનો નાસતો ફરતો આરોપી દિનેશભાઇ માનસિંગભાઇ જાતે મીનામાં રહે.વડવા નિશાળ તા.ગરબાડા જી.દાહોદ તેના ઘરે આવેલ છે તેવી બાતમી આધારે આરોપીના ઘરે જઈ આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હિંમ્મતનગર પોલીસને સોપવામાં આવ્યો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.