નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન - At This Time

નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન


નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન

ગોંડલ નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન
મહા રક્તદાન કેમ્પ તા.૪ જાન્યુઆરી, શનીવારે સમય ૩-૦૦ થી ૬-૦૦ ભવ્ય લોક-ડાયરો : રાત્રે ૯-૦૦ કલાકથી સંપૂર્ણ લોકભાગીદારીથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે ગ્રામજનો અને રાજકોટ, અમદાવાદ, સુરત શહેરમાં વસતા નાના- મોટા ઉધોગકારો દ્વારા પોતાના વતનમાં વિશાળ સરોવર બનાવવાનું આયોજન કરેલ, જેના માટે ગામેગામના લોકો પોતાના વતનમાં વરસાદી પાણીનું યોગ્ય જતન કરીને જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન વધે તો ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો થાય અને ભારત દેશની આર્થિક સમૃદ્ધિ વધે તેવા હેતુથી નાના સખપુર ગામે ગ્રામજનો અને ગણેશભાઈ જાડેજા (ગોંડલ) દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન કરેલ છે. જેમાં ધીરુભાઈ સરવૈયા, રસ્મીતાબેન રબારી, અને મયુરભાઈ દવે સાહિત્ય સાથે હાસ્યરસ અને લોકગીતની રમજટ બોલાવશે. આ ડાયરામાં જે કઈ ફંડ આવશે તે વિશાળ સરોવર (જલ મંદિર) બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ ડાયરામાં મુખ્ય મેહમાનશ્રી કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા, કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા-ગોંડલ, પૂર્વધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા તેમજ આ સાથે ભવ્ય લોક-ડાયરામાં વિશેષ રાજકીય મહાનુભાવો, સંત-મહંતશ્રી, ઉધોગપતિશ્રીઓ, સામજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતી રેહશે.
આ વિશાળ સરોવર બનાવવાથી તેનાથી માટે જમીનમાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા આવશે તેનાથી ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન વધે તો ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો થાય તેની સાથે સાથે સમગ્ર પ્રકૃતિની રક્ષા થવાથી સંપૂર્ણ જીવસૃષ્ટિ નીરોગી રહે છે તેથી ભારત દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાશે.
ગણેશભાઈ ગોંડલ અને નાના સખપુર જલ અભિયાન સમિતિનું જાહેર આમંત્રણ છે કે, લોકો આ મિશનના ભાગીદાર બનવા માટે આગળ આવે અને સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવે આથી, સમાજના દરેક વ્યક્તિનું યોગદાન અનિવાર્ય છે, જેનાથી પર્યાવરણીય અને વૈશ્વિક ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.