જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા જિલ્લા કલેકટરશ્રી અમરેલી થ્રુ મહામાહિમ રાષ્ટ્રપતિ ને ઉદેશી આવેદન પત્ર પાઠવ્યું દેશના ગૃહ મંત્રીશ્રીનાં બેફામ વાણી-વિલાસ બદલ પદ ભ્રષ્ટ કરો ની માંગ
જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા જિલ્લા કલેકટરશ્રી અમરેલી થ્રુ મહામાહિમ રાષ્ટ્રપતિ ને ઉદેશી આવેદન પત્ર પાઠવ્યું
દેશના ગૃહ મંત્રીશ્રીનાં બેફામ વાણી-વિલાસ બદલ પદ ભ્રષ્ટ કરો ની માંગ
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, અમરેલી દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદિ મુર્મુજી,ભારત સરકાર ન્યુ દિલ્હી ને જિલ્લા કલેકટરશ્રી અમરેલી મારફતે આવેદન પત્ર પાઠવ્યું દેશના ગૃહ મંત્રીશ્રીનાં બેફામ વાણી-વિલાસ થી ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબના અપમાન સંદર્ભે. આદરણીય રાષ્ટ્રપતિ ને ઉદેશી આવેદન પત્ર પાઠવ્યું તેમાં ગત તા.૧૮/૧૨/૨૦૨૪ નાં રોજ ભારતનાં સંસદીય ઇતિહાસને કલંકીત કરનાર ભારતીય જનતા પાર્ટીના અને દેશનાં ગૃહમંત્રીશ્રી અમિત શાહે ભરી રાજસભામાં ભારતીય બંધારણના ઘડવૈયા, વંચિતોના મુક્તિ દાતા, પીડિતોના સમાહર્તા અને ભારત રત્ન માન.ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી આ દેશની અસ્મિતા ઉપર કઠોરાઘાત કર્યો છે. ગૃહ મંત્રીશ્રીએ સંસદમાં આપણા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ વિશે અકલ્પનીય રીતે કઠોર શબ્દ અને અસંસ્કારીતાના શબ્દો વાપરી દેશનું ગૌરવ તથા પીડિતો શોસિતો, વંચિતોનુ તથા સામાજીક સમરતાનું ઘોર અપમાન કર્યું છે તેવા શબ્દો વાપરી તેમણે તેમની સંસ્કારીતા ઉજાગર કરી છે. ત્યારે આ દેશના પ્રબુધો અને આ દેશને બંધારણીય રીતે માન આપનારા સર્વ હિતાર્થીઓનું ઘોર અપમાન થયેલ હોય તેને અમો સખત શબ્દોમાં અમો વખોડી કાઢીએ છીએ.
આ અંગે આવેદનપત્ર આપી અમારી માંગણી છે કે, તત્કાલ અસરથી આ દેશનાં બંધારણીય વડા હોવાને નાતે દેશના ગૃહ મંત્રીશ્રી અમિત શાહને તત્કાલ અસરથી પદ પરથી બરખાસ્ત કરી દેશના બંધારણનું રક્ષણ કરશો તેવી અમારી લાગણી છે. છેલ્લા કેટલાક સમયથી દેશની લોકસભા અને રાજસભા માં તથા જાહેર સમારોહમાં આ દેશની આઝાદી માટે મરીફીટનારા શહીદો અને મહાનુભાવોનું છાશવારે ઘોર અપમાન કરી ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકો, શાસકો આ દેશનું ઇતિહાસિક મહત્વ ભુસવાનું હિન્ન પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપ બંધારણીય વડા છો અને આ દેશની અસ્મિતા અને અખંડ અને સામાજીક સમરતાનું જતન કરવાનું આપની ફરજના ભાગરૂપે હોય આવા દેશને વિભાજીત કરનારા શાસકો પ્રત્યે આપ તત્કાલ અસરથી બરખાસ્ત કરવાનું મૃત્યુ કાર્ય કરશો તેવી અમારી લાગણી છે. ડો. બાબા સાહેબે આ દેશને સામાજીક મુલ્યો સમરતા, સંસ્કારીતા અને જીવન જીવવાની અમુલ્ય સીખ આપી અને બંધારણીય હક્કો આપી લોકોશાહીને આજદિન સુધી આ બંધારણે જીવિત રાખ્યુ છે ત્યારે હાલના શાસકો દ્વારા બ્રિટીશરી (અંગ્રેજોની) સંસ્કારીતા ફરી સસ્થાપવાની જે રશમ આપી છે તે ખરેખર અતિ દુ:ખ દાયક છે. "નાક કાપી અને હાથમાં શેરડીની કાચળી આપી પોતે બંધારણીયથી પણ સર્વોચ્ચ છે તેવું સ્સ્થાપિત કરવાનું હિન્ન પ્રયાસ કરી ડરાવવાની રાજનીતિ જે ચાલી રહી છે તેના પર આપ તત્કાલ લગામ લગાવશો તેવી આશા સાથે ગૃહ મંત્રીશ્રીને સરકારમાંથી પદભ્રષ્ટ કરો તેવી અમારી લાગણી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.