જામનગરમાં સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
- દારૂ પીવાની ટેવને કારણે પત્ની રીસાઇને માવતરે ચાલી જતાં પિતાએ પણ કાઢી મૂકતાં ભરેલું અંતિમ પગલુંજામનગર,તા.28 જુલાઈ 2022,ગુરૂવારજામનગરમાં સરદાર પાર્ક શેરી નંબર ૧ મહેતા નિકુંજ અમૃતલાલ સોનગરા નામના ૨૭ વર્ષના યુવાને ગઈકાલે જાહેરમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પિતા અમૃતલાલ રાઘવજીભાઇ સોનગરા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પિતા ની જાહેરાત અનુસાર મૃતકને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેની પત્ની એક વર્ષ પહેલાં રિસામણે ચાલી ગઈ છે. જેથી તેના પિતાએ અઢી મહિના પહેલાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેના કારણે પોતે હતાશ થયો હતો, અને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. સિટી સી. ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.