તે મદદ માટે બૂમો પાડતી રહી...હત્યારાએ ધડાધડ ચાકુના ઘા ઝીંક્યા:બેંગલુરુના ગર્લ્સ PGમાં યુવક ઘૂસ્યો, યુવતીને રૂમમાંથી બહાર ખેંચી મોતને ઘાટ ઉતારી, CCTVમાં ક્રૂરતા કેદ - At This Time

તે મદદ માટે બૂમો પાડતી રહી…હત્યારાએ ધડાધડ ચાકુના ઘા ઝીંક્યા:બેંગલુરુના ગર્લ્સ PGમાં યુવક ઘૂસ્યો, યુવતીને રૂમમાંથી બહાર ખેંચી મોતને ઘાટ ઉતારી, CCTVમાં ક્રૂરતા કેદ


કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હૃદય કંપાવતો મર્ડરનો એક વીડિયો સામે આવ્યો છે. બેંગલુરુના કોરમંગલા સ્થિત એક 'પેઇંગ ગેસ્ટ'માં બે દિવસ પહેલાં એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. એમાં એક યુવક યુવતી ઉપર ચાકુથી હુમલો કરતો જોઈ શકાય છે. પીજીમાં ઘૂસીને બિહારની યુવતીની હત્યા
બિહારની રહેવાસી કૃતિ કુમારી બેંગલુરુમાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કૃતિ હાલમાં જ એ પીજીમાં શિફ્ટ થઈ હતી. 23 જુલાઈની રાતે તેના રૂમમાં એક યુવક ઘૂસી તેને પકડીને રૂમમાંથી બહાર લઇને આવ્યો અને તેની હત્યા કરી દીધી. આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી ફુટેજ હવે સામે આવી ગયા છે, જેમાં જોઈ શકાય છે કે યુવકના હાથમાં એક બેગ છે. તે કૃતિના રૂમ સુધી જઇને દરવાજો ખખડાવે છે. દરવાજો ખૂલે ત્યારે તે અંદર જાય છે અને યુવતીને પકડીને બહાર લાવે છે. કૃતિ પોતાને બચાવવા માટે ખૂબ જ કોશિશ કરે છે, પરંતુ તે વિકૃત યુવક તેના ઉપર ચાકુથી તાબડતોડ હુમલો કરે છે અને કૃતિ ઘાયલ થઈને પડી જાય છે. ત્યાર બાદ યુવક ત્યાંથી ફરાર થઈ જાય છે. હુમલાખોર ભાગ્યો તો અન્ય યુવતીઓ બહાર આવી
કૃતિ પર હુમલો કરીને જ્યારે યુવક ભાગે છે ત્યારે આસપાસ અને ઉપરના ફ્લોરથી અન્ય યુવતીઓ બહાર આવે છે. કૃતિ પાસે જવાની કોઈ હિંમત કરતું નથી. કૃતિ થોડીવાર જમીન પર લોહીલુહાણ બેઠેલી હતી, ત્યાર બાદ થોડી જ વારમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. યુવતી બિહારની રહેવાસી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીની હત્યા 23 જુલાઈની રાતે થઈ ગઈ હતી. હુમલાખોરે રૂમમાં ઘૂસીને 24 વર્ષીય કૃતિ કુમારીને મારી નાખી હતી. આ મામલાની જાણકારી આપતાં પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે કૃતિ કુમારી બિહારની રહેવાસી હતી. તે શહેરમાં એક અંગત કંપનીમાં કામ કરતી હતી. હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી હતો
પોલીસ અધિકારી દયાનંદે કહ્યું હતું કે હત્યારાને અત્યારસુધી અરેસ્ટ કરવામાં આવ્યો નથી. હત્યારાને પકડવા માટે ત્રણ ખાસ ટીમ બનાવવામાં આવી છે. પોલીસને આ વાતની જાણકારી મળી છે કે હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી છે, એટલે તેની તપાસ કરવા પોલીસની ટીમને મધ્યપ્રદેશ મોકલવામાં આવી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા
પોલીસે કહ્યું હતું કે સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોલિથીન બેગ લઈને 'પેઈંગ ગેસ્ટ' માં પ્રવેશે છે. તે દરવાજો ખખડાવે છે. થોડા સમય બાદ દરવાજો ખૂલતાં તે યુવતીને ખેંચીને બહાર લાવતો જોવા મળે છે. લોહીલુહાણ હાલતમાં બેઠા-બેઠા જ યુવતી મૃત્યુ પામી
આ દરમિયાન પીડિતા હુમલાનો વિરોધ કરે છે, પરંતુ હત્યારો તેને પકડીને એક પછી એક ચાકુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે. યુવતીની બૂમો સાંભળીને બિલ્ડિંગમાં હાજર અન્ય યુવતીઓ ત્યાં પહોંચી જાય છે, પરંતુ કોઈ તેને બચાવી શકતું નથી. ચાકુના અનેક હુમલા બાદ લોહીથી લથબથ કૃતિ કુમારી ત્યાં બેઠાં-બેઠાં જ મૃત્યુ પામે છે. જેને ભાઈ કહીને એન્ટ્રી અપાવડાવી તેણે જ ચાકુથી વાર કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ રાત્રે લગભગ 11 વાગ્યે કૃતિ તેના રૂમમાં આવી હતી અને આ ઘટના 11:10થી 11:30ની વચ્ચે બની હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પોલીસે કહ્યું હતું કે કૃતિએ પીજી ગાર્ડને કહ્યું હતું કે છોકરો તેનો ભાઈ છે અને તેને આવવાની મંજૂરી આપવી જોઈએ. તે થોડા સમયમાં જતો રહેશે. એ બાદ તેને એન્ટ્રી આપવામાં આવી હતી. પોલીસ હુમલાખોરને શોધી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.