બોપલના જે.બી.પાર્કની ઘટના: મારી પત્ની સાથે કેમ વાત કરે છે, તેમ કહી યુવકને ચાકુના ઘા માર્યા - At This Time

બોપલના જે.બી.પાર્કની ઘટના: મારી પત્ની સાથે કેમ વાત કરે છે, તેમ કહી યુવકને ચાકુના ઘા માર્યા


અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારબોપલના જે.બી. પાર્કમાં યુવકને મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી મિત્રએ ચાકુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે બોપલની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બોપલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બોપલ જે.બી.પાર્કમાં રહેતા અને પ્રધાનમંત્રી  આવાસ યોજના મહેમદાવાદ ખાતે ફરજ બજાવતા હર્ષદ ભીખાજી ઠાકોરે બોપલ પોલીસ સ્ટેશનમાં રચિત સોમાભાઈ ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ હરેકૃષ્ણ કોમ્પ્લેક્ષમાં રહેતા રચિત સાથે ક્રિકેટ બાબતે બે વર્ષથી હર્ષદને મનદુઃખ ચાલતું હતું. સોમવારે સવારે હર્ષદ તેના ઘર પાસે હતો. તે સમયે ત્યાં આવેલા રચિત્તે તું મારી પત્ની જોડે કેમ વાત કરે છે, તેમ કહી હર્ષદને છાતી અને પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા. હર્ષદ બચવા માટે ચામુંડા હેર આર્ટ વાળાની દુકાનમાં ઘૂસ્યો ત્યાં હાજર નિતેષભાઈએ વચ્ચે પડી બચાવ કર્યો હતો. રચિત્તે ધમકી આપી કે, આજે તું બચી ગયો ફરી મળીશ તો જાનથી મારી નાખીશ. ઇજાગ્રસ્ત હર્ષદને સારવાર માટે નિતેષ ભાટિયાએ હોસ્પિટલ ખસેડયો હતો. બોપલ પોલિસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.