મહિલાના ન્હાતી વખતના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાનની ધરપકડ
- ત્રણ સંતાનની માતા પાસે રૂ.30 હજાર પણ પડાવ્યા હતા : અઠવાડીયા અગાઉ મહિલાને બાથમાં લઈ છેડતી પણ કરી હતી સુરત,તા.25 જુલાઈ 2022,સોમવાર સુરતના ઉધના વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાના ન્હાતી વખતના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાનની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતા હસીના ( ઉ.વ.25, નામ બદલ્યું છે ) ના ન્હાતી વખતના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ મહોલ્લામાં રહેતા અમીન મુલ્લા ખટીકે બ્લેકમેઈલ કરી રૂ.30 હજાર પડાવ્યા હતા. અઠવાડીયા અગાઉ અમીને હસીનાના ઘરના પતરા પર પથ્થર મારતા તે બહાર નોકળી હતી ત્યારે તેના વાળ પકડીને બાથમાં લઈ છેડતી પણ કરી હતી. હસીનાએ બુમાબુમ કરતા અમીન ભાગી ગયો હતો. આ અંગે હસીનાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, ઉધના પોલીસે આ ગુનામાં ગતસાંજે મજૂરીકામ કરતા અમીન ઉર્ફે છોટા અમીન શફી કુરેશી ( ઉ.વ.33, રહે.ઘર નં.380, ક્રાંતીનગર, મીઠીખાડી, લીંબાયત, સુરત ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.