એક વર્ગની વસતિ વધતી હોવાથી અરાજકતા ફેલાશે : યોગી - At This Time

એક વર્ગની વસતિ વધતી હોવાથી અરાજકતા ફેલાશે : યોગી


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં વિશ્વ વસતિ દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે વધતી વસતિ ચિંતાનો વિષય છે. ૧૦૦ કરોડની વસતિ થતાં લાખો વર્ષો લાગ્યા, પરંતુ ૧૮૩થી ૧૮૫ વર્ષોમાં જ વિશ્વની વસતિ ૧૦૦થી ૭૦૦ કરોડે પહોંચી ગઈ. ભારતમાં જ આજે ૧૩૫થી ૧૪૦ કરોડ લોકો છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૪ કરોડની વસતિ છે, જે થોડા સમયમાં જ ૨૫ કરોડે પહોંચી જશે.વસતિ વધારાની આ ઝડપ નિયંત્રિત કરવી જરૃરી છે. એક વર્ગની વસતિ વધતી હોવાથી અરાજકતા ફેલાશે. સંતુલન જરૃરી છે. ધર્મોથી ઉપર ઉઠીને જાગૃતિ ઝુંબેશ ચલાવવાની જરૃર છે. ધર્મગુરૃઓએ એમાં સહભાગી થવાની જરૃર છે. યોગીએ ઉમેર્યું હતું કે ક્યાંક એવું ન થાય કે જાગૃતિ ઝુંબેશ ચલાવવાથી કોઈ એક વર્ગની વસતિ ઘટવા માંડે અને બીજા વર્ગની વસતિ વધવા માંડે. જનસંખ્યાનું સંતુલન જળવાય એ પણ જરૃરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.