બોટાદ 181 તેમજ ગઢડા પોલીસે ગંગા સ્વરૂપા પીડિતા ને સાસરિયાના ત્રાસમાંથી મુક્તિ અપાવી
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી પીડિતાના માતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી અને પોતાની દીકરી માટે મદદ માગી હતી અને 181 કાઉન્સેલર સાથે વાત કરતા જણાવેલ કે તેમના જમાઈ ગુજરી ગયાને પાચ મહિના થયા છે અને સાસરીમાં તેમની દીકરીને ખુબ જ હેરાન કરે છે દીકરીની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદ ની જરૂર છે જેથી 181 ટીમને ઘટનાની જાણ થતા કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ મુંધવા લત્તાબેન, અને પાયલોટ દાણીધારીયા શૈલેષભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા.કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાનું કાઉસેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેમના પતિ 5 મહિના પહેલા ગુજરી ગયા છે અને સંતાનમા એક 18 વર્ષ ની દીકરી છે. તેમના સાસુ સસરા અને દિયર તેમના પતિ ગુજરી ગયાના 12 દિવસમાં જ અલગ રહેવા જતા રહ્યા છે અને પીડિતાને બોલાવતા પણ નથી માનસિક ત્રાસ આપી ખુબજ હેરાન કરે છે. અને પીડિતાના દીકરીની સગાઈ કરાવી અને પરણાવી દેવા કહે છે.આ ઉપરાંત જ્યાં સગાઈ નક્કી કરી છે તે છોકરાને ટીબી નામની બીમારી હોવાથી પીડિતા અને દીકરી બન્ને સગાઈ કરાવાની ના કહે છે તેથી દિયર અને સાસુ સસરા ઝગડો કરે છે અને ઘરમાંથી બહાર પણ નીકળવા દેતા નથી અને પીડિતા બીમાર પાડે તો દવાખાને પણ લઈ જતા નથી અને ખુબ જ હેરાન કરે છે. દિયરે પતિનો ફોટો પણ લઈ લીધેલ અને પીડિતાનો ફોન પણ લઈ લીધેલ અને ધાક ધમકી આપી હતી.આમ સાસરીમાં હેરાન કરતા હોવાથી પીડિતા તેમના પિયરમાં જવા માગે છે તો દિયર અને સાસુ જવા દેતા નથી અને પીડિતાને તેમના માતા પીડિતાને લેવા આવે તો તેમની સાથે પણ ઝગડો કરી અને ઘરેથી કાઢી મૂકે છે.તેથી મદદ માટે 181 મા કોલ કર્યો હતો. અભયમની ટીમે અને ગઢડા પોલીસ સ્ટેશનના બીટ જમાદાર દિનેશભાઈએ પીડિતાના સાસુ અને દિયર સાથે વાતચીત કરી અને સમજાવવાના પ્રયત્નો કરતા અને કાયદાકીય માર્ગદર્શન અને યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અને પીડિતાને સાથ સહકાર આપવા જણાવ્યુ હતું. તેમજ પીડિતાને વિધવા સહાય નું ફોર્મ ભરવા તેમજ ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. પીડિતા હાલ સાસરીમાં રહેવા માંગતા નથી તેમના પિયરમાં જવા માંગતા હોય તેથી કુશળ કાઉન્સેલિંગ દ્વારા પીડિતા અને તેમની દીકરીને તેમની મરજીથી તેમની માતા સાથે પિયર મા મોકલ્યા હતા. અને પીડિતાયે જણાવેલ કે તેઓ આગળની કાર્યવાહી તેમના પિયરમાં જઈને કરશે અને જરૂર જણાયે 181 ની મદદ લેવા જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.