રાજકોટના લોકમેળામાં પગ મૂકવાની જગ્યા નહીં, 4 લાખ લોકોએ મેળો મહાલ્યો, દિવસ કરતાં રાતે રંગ જામ્યો
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. લોકમેળાના ત્રીજા દિવસે સવારથી શરૂ કરી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 4 લાખથી વધુ જનમેદની ઊમટી પડી હતી અને જ્યાં નજર પડે ત્યાં મેળાની મજા માણતા લોકો જ નજરે પડતા હતા. દિવસ કરતાં રાતે લોકમેળાની રંગત જામી હતી અને પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.