કું મનસ્વી પીપળીયા એ પ્રથમ પગાર જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને અર્પણ કરી ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું
કું મનસ્વી પીપળીયા એ પ્રથમ પગાર જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને અર્પણ કરી ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું
સુરત ની ઉદારતા જ કંઈક ઔર છે દાનેશ્વરી કર્ણ ની ભૂમિ સૂર્ય પુત્રી તાપી તટે અનેક સદકર્મ થી જ સુરત ની ખૂબ સુરતી છે મૂળ સૌરાષ્ટ્ર ના હાલ સુરત સ્થિત ખાનગી શેક્ષણિક સંસ્થા ના શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ પીપળીયા ની પુત્ર રત્ન કું. મનસ્વી પીપળીયા એ પ્રથમ પગાર માનવ સેવા અર્થે આપી ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું છે સુરત શહેર ની સામાજિક સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્ય મનસુખભાઈ પીપળીયા એક નિષ્ઠાવાન શિક્ષક ની સાથે તેઓ ઉપર્યુક્ત ટ્રસ્ટ ના સભ્ય છે ટ્રસ્ટની દરેક સેવા માં તન મન અને ધન થી સેવા આપે છે જે તેમના સંતાન ના લોહી માં પણ માનવ સેવા ના સંસ્કાર ઉતરી આવ્યા છે આ ગૌરવ ની વાત એટલે છે કે પિતા મનસુખભાઈ અને માતા મહેશ્વરીબેન પીપળીયા ની પુત્રી રત્ન કું.મનસ્વી પીપળીયા એ ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતમાં ધોરણ 12 cbse વિજ્ઞાન પ્રવાહ માં 95.67 % સાથે ઝળકી હતી અને ત્યાર બાદ B.tec ડિસ્ટિંક્શન માં A+ ગ્રેડ (કોમ્પ્યુટર સાયન્સ) નિરમા યુનિવર્સિટી અમદાવાદ માં કર્યું અને 2 વર્ષમાં આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી હોવાથી પુણેમાં ZS એસોસિએટ્સ CAT 2023 માં 97.42% લાવી હતી હાલ IIM લખનૌ થી [PGP,MBA] વર્ષ 2024-26 અભ્યાસ સાથે નોકરી કરી રહ્યાં છે અને જેમણે પિતા ના સ્વભાવ અને સંસ્કાર પ્રમાણે પ્રથમ સેલરી માંથી રું.૫૧૦૦ /- જરૂરીયાત મંદ પરિવારો ની વ્હારે જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને અર્પણ કરીને પરીવાર સમાજ અને ટ્રસ્ટ નું ગૌરવ વધારી પ્રેરક ઉદાહરણ આપ્યું છે.આ ગૌરવ પૂર્ણ ક્ષણ ની ખુશી વ્યક્ત કરતા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના સેવક પ્રમુખ વિપુલભાઈ નારોલા એ ટ્રસ્ટ નું સર્ટીફીકેટ અર્પણ કરી સભ્યશ્રી ની દીકરી કું. મનસ્વી ને માનભેર સન્માનીત કરી હતી..ખુબ ખુબ અભિનંદન સહ ઢગલાબંધ મંગલમય શુભકામનાઓ અને આમ જ પરીવાર વતન સમાજ ટ્રસ્ટ અને સુરત નું નામ ઊજળું રોશન કરતા રહો તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.