લાઠી નિવાસી હાલ જામનગર સ્થિત મુમુક્ષુ હેતકુમાર નિતીનભાઈ તુરખીયા ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરશે
લાઠી નિવાસી હાલ જામનગર સ્થિત મુમુક્ષુ હેતકુમાર નિતીનભાઈ તુરખીયા
ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરશે
લાઠી નિવાસી હાલ જામનગર સ્થિત મુમુક્ષુ હેતકુમાર નિતીનભાઈ તુરખીયા ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.સમીપે ૦૫/૧૨/૨૪ ના રોજ ચાંદી બજાર સંઘ,જામનગર ખાતે સંયમ અંગીકાર કરશે..
માત્ર તેર (૧૩) વર્ષની વયમાં હેતભાઈએ શ્રી આવશ્યક સૂત્ર, શ્રી દશ વૈકાલિક સૂત્ર,શ્રી આચારાંગ સૂત્ર કંઠસ્થ કરેલ છે..ધર્મ વત્સલા માતા દેવલબેન તથા ધર્મ પરાયણ પિતા નિતીનભાઈ તુરખીયાનો વ્હાલસોયો સુપુત્ર હેતભાઈ છેલ્લા ઘણા સમયથી ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સા.ના સાનિધ્યમાં ધર્મ સ્થાનકમાં રહીને જ જ્ઞાનાભ્યાસ કરી રહેલ છે.ક્ષયોપક્ષમ એટલો જોરદાર કે હેતભાઈએ અલ્પ સમયમાં અનેક આગમ શાસ્ત્રો કંઠસ્થ કર્યાં.
શ્રી આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ તથા શ્રી દશ વૈકાલિક સૂત્ર ૭૦૦ ગાથા, શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર ૨૦૭૫ ગાથા તથા શ્રી આચારાંગ સૂત્રના આઠ અધ્યયન કંઠસ્થ કરેલા છે.પૂચ્છિસુણં વીર સ્તુતિ તથા જૈન થોકડાઓ પણ હેતભાઈએ કંઠસ્થ કરેલા છે.ગુરુ ભગવંત સમક્ષ તેર વર્ષના હેતભાઈ વારંવાર આજીજી અને કાકલૂદી કરે કે..હે ગુરુ ભગવંત મને જલ્દી - જલ્દી દીક્ષાની આજ્ઞા આપી મારા ઉપર અનંતી કૃપા વરસાવો..પૂ.ગુરુદેવ શ્રી રાજેશમુનિ મ.સાહેબે યોગ્યતા - પાત્રતા ચકાસી હેતભાઈને આગામી તા.૦૫/૧૨/૨૪ ના રોજ સંયમ અંગીકાર કરવાની સમ્મતિ આપેલ છે.મીતુબેન ગોડાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે તુરખીયા પરિવારનું મૂળ વતન લાઠી..ધર્મ નિષ્ઠ દાદા કિરીટભાઈ તથા ધર્મ પ્રેમી દાદી વસુબહેને સમગ્ર તુરખીયા પરિવારમાં સુસંસ્કારોનુ સિંચન કરેલું છે.હાલ જામનગર રહેતા ધર્માનુરાગી નિતીનભાઈ તુરખીયાને ત્રણ પુત્રો છે.જેઓના નામ પણ વારંવાર બોલવા ગમે તેવા છે.સૌથી નાના પુત્રનુ નામ છે કિર્તન,બીજા નંબરના પુત્રનું નામ મોક્ષ અને સૌથી મોટા તેર વર્ષના હેતભાઈ છે..જામનગર અને હાલારની ધરતીને ધન્ય છે.આ ધરતીએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે તેમજ અનેક હળુ કર્મી આત્માઓએ પંચ મહાવ્રત અંગીકાર કરેલ છે..દરિયાપૂરી સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ધર્મસિંહજી મ.સા.નું જન્મ સ્થળ જામનગર છે.અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.અજરામરજી સ્વામીનો જન્મ પણ હાલાર -પડાણામાં થયેલો છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જામનગરની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર જન્મ ધારણ કરી અનેક આત્માઓ જિન શાસનના વિવિધ ફીરકાઓ અને સંપ્રદાયોમાં દીક્ષિત થયેલા છે.
સ્થાનકવાસી જૈન સમાજમાં એક સૈકા -૧૦૦ વર્ષ પછી જામનગરમાં ભાઈની એટલે કે પૂ.હર્ષમુનિજી મ.સા.( હરેશભાઈ પુનાતર)ની દીક્ષા પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.સમીપે ઈ.સ.૨૦૦૧ મા થયેલ.
ઈ.સ.૨૦૦૮ માં પૂ.રત્નેશમુનિ મ.સા.કે જેઓએ માત્ર બાર વર્ષની ઉંમરે જામનગરમા સંયમ અંગીકાર કરેલ અને પૂ.રાજ ગુરુદેવની અપરંપાર કૃપાથી જૈન આગમોનો ગહન અભ્યાસ કરી રહ્યાં છે અને જૈન સમાજને શાસ્ત્રોરૂપી નવનીત આપી રહ્યાં છે.પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. મૈત્રીજી મહાસતિજી,પૂ.હીતજ્ઞાજી મ.સ. તથા પૂ.સૌમ્યતાજી મ.સ.પણ જામનગરના જ વતની છે.
જામનગરના અગ્રણી અજયભાઈ શેઠે જણાવ્યું કે ગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવારના પૂ.ધનકુવરબાઈ મહાસતિજી તથા જશ પરિવારના પૂજ્ય જેકુવરબાઈ સ્વામી,પૂજ્ય વખતબાઈ સ્વામી,પૂજ્ય નાના હંસાબાઈ સ્વામી,પૂજ્ય મધુબાઈ સ્વામી,પૂજય કિષ્નાબાઈ સ્વામી, પૂજ્ય સાવિત્રીબાઈ સ્વામી,પૂ.શારદાબાઈ સ્વામી,પૂજ્ય રંજનબાઈ સ્વામી,પૂજ્ય જશવંતીબાઈ સ્વામી, પૂજ્ય ભાનુબાઈ સ્વામી, પૂજ્ય મંજુલાબાઈ સ્વામી,પૂજ્ય વિશાખાબાઈ સ્વામી, પૂજ્ય પુષ્પાબાઈ સ્વામી, પૂ.માલતીબાઈ સ્વામી, પૂજ્ય સુધાબાઈ સ્વામી, પૂજ્ય સિદ્ધિબાઈ સ્વામી,પૂ.અચરતબાઈ સ્વામી, પૂજ્ય ઉષાબાઈ સ્વામી,પૂજ્ય સરોજબાઈ સ્વામી,પૂજય મીનાબાઈ સ્વામી,પૂજય ઈલાબાઈ સ્વામી, પૂજય બંસરીબાઈ સ્વામી વગેરે આત્માઓ આ ધન્ય ધરાના વતની છે અથવા તો જામનગરમાં દીક્ષિત થયેલા છે.હાલારી સંપ્રદાયના પૂ.કમલાબાઈ આદી મહાસતિજીઓ પણ ચેલા - ચંગા હાલારના જ વતની છે પૂ.સોનલજી મ.સ. પૂ.રંજનાજી મ.સ.,પૂ.રમિલાજી.મ.સ.,પૂ.રોશનીજી મ.સ.,પૂ.રોનકજી મ.સ. પૂ.ભવિસાજી મ.સ. પૂ.જિજ્ઞાસાજી મ.સ.
આદી અનેક આત્માઓ જ્ઞાન ગચ્છમા દીક્ષિત થયેલા છે.ધર્મદાસ સંપ્રદાયમાં દીક્ષિત થયેલા પૂ.ગુલાબ મુનિ મ.સા.આદી સંતો તથા પૂ.સુશીલાજી મ.સ
પૂ.શાંતાજી મ.સ.,પૂ.રેવતીજી મ.સ.,પૂ.ચંપાજી મ.સ.આદી હાલાર - જામનગરના અનેક આત્માઓએ સંયમ અંગીકાર કરેલ છે.ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગર સિંહજી સ્વામીનુ ચાતુર્માસ વિક્રમ સવંત ૧૮૩૯ માં જામનગર થયેલ.ત્યારબાદ આદર્શ વૈરાગી પિતા -પુત્ર મેઘરાજભાઈ અને ડાહ્યાભાઈ સાથે નેણસીભાઈ તથા રવજીભાઈ એમ એક સાથે ચાર -ચાર આત્માઓની દીક્ષા જામનગર થયેલ.વર્તમાનમાં પણ હાલારી સંપ્રદાયના ત્રિગુણ સ્થવિર ભગવંત પૂ.ગુરુદેવ કેશવજી મુનિ મ.સા.જામનગરને અપૂર્વ લાભ આપી રહ્યાં છે.
હાલારની પુણ્ય ભૂમિ ઉપર હાલારના ગૌરવ સમા હેતભાઈ છકાય જીવોને અને જિન શાસનને હેત કરવા તત્પર બન્યાં છે.૦૫/૧૨/૨૪ ગુરુવારના શુભ દિવસે અનંત ઉપકારી ગુરુદેવ રાજેશમુનિ મ.સા.જયારે હેતભાઈને દેવોને પણ દૂર્લભ "કરેમિ ભંતે"નો પાઠ ભણાવતા હશે એ દ્રશ્ય દર્શનીય એવમ્ અદ્દભૂત હશે પરમ સૌભાગ્યશાળી ચાંદી બજાર સંઘના સેવાભાવી સંઘ પ્રમુખ આદર્શ શ્રમણોપાસક પકંજભાઈ શાહ તથા સમગ્ર જામનગર સંઘના ભાવિકો તપ ત્યાગપૂર્વક સંયમ મહોત્સવ ઉજવવા અનુમોદના કરવા થનગની રહ્યાં છે.ભાઈ હેત..કહેજો તહેત્ત, મુક્તિ મળશે હાથ વેત.જાએ સધ્ધાએ નિખંતો..નોંધ કોઈ ઉપકારી આત્માઓનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય તો ક્ષમા કરશોજી.ધ્યાન દોરશોજી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.