રાજકોટ મનપાએ 3.20 કરોડના ખર્ચે ખરીદેલા 2 મશીન ધૂળ ખાય છે, શહેરીજનોને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય
રાજકોટમાં લોકોને દાયકાઓથી ભારે ક્યુલેક્સ એટલે કે મોટા કદ અને તીવ્ર ડંખ મારતા મચ્છરોનો ત્રાસ રહ્યો છે. જેના નિવારણ માટે મહાનગરપાલિકાએ વર્ષ 2020માં 3.20 કરોડના ખર્ચે ગાંડી વેલ દૂર કરવાના 2 મશીન ખરીદ્યા હતા. શહેરમાં બેડી યાર્ડ નજીક પસાર થતી આજી નદીમાં ગાંડી વેલના પગલે મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાતા માર્કેટ યાર્ડના ખેડૂતો, વેપેરીઓ અને મજુરોએ અનેક દિવસો સુધી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કર્યું હતું. લાઠીચાર્જ થયો હતો. આ વખતે યાર્ડ પાસે વહેતી નદીમાં મચ્છરો માટે સ્વર્ગસમાન ગાંડી વેલ (જળકુંભી) દૂર કરવા મનપાએ સુરત મહાનગરપાલિકા પાસેથી મહિને 9 લાખના ભાડેથી મશીન મેળવવું પડ્યું હતું. બાદમાં મનપાએ આવા 2 મશીન વસાવ્યા હતા. આ મશીન ચલાવવા, જાળવણી વગેરે માટે મનપાએ એક મશીનના 1.60 કરોડ ઉપરાંત 58 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. જોકે, હાલ આ બંને મશીન ધૂળ ખાઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.