વનવિભાગે રાજ્યમાં કોનોકાર્પસના રોપા ઉછેર પર લગાવ્યો પ્રતિબંધ
ગુજરાતરાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના રોપા ઉછેરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વનવિભાગ દ્વારા રાજ્યમાં કોનોકાર્પસના રોપા ઉછેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના અનેક ગેરફાયદાઓ હોવાને કારણે વનવિભાગ દ્વારા મંગળવારે (26 સપ્ટેમ્બરે) આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છોડથી શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે જેવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.