ગણેશ ચતુર્થી આવકાર તથા વિસર્જનના તહેવારને અનુલક્ષીને બોટાદ વાસીઓ માટે પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
(અસરફ જાંગડ દ્વારા)
ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરી, બોટાદ દ્વારા સલામત રીતે ઉજવણી કરવા અંગેના પગલાઓ સુચવ્યા છે. જે અંતર્ગત પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, એલટી તેમજ ૧૧ કેવી હાઈ ટેન્શન લાઈન ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી ગણેશ મૂર્તિના આવકાર કે વિસર્જન દરમિયાન પી.જી.વી.સી.એલ લાઈનની નીચેથી વધુ ઊંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહિ. પી.જી.વી.સી.એલ લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈ પણ વસ્તુથી લાઈન ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહિ. ગણેશ મૂર્તિના આગમન પહેલા, પ્રજા, મંડળો, આયોજકોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો પી.જી.વી.સી.એલ ની સંબધિત કચેરીનો સંપર્ક કરી, રસ્તામાં આવતી વીજ લાઈનની ઊંચાઈની ખરાઈ કર્યા પછી તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિને સલામત અંતરેથી લઈ જવી. પી.જી.વી.સી.એલ વીજ લાઈનના ઇન્ડકશન ઝોનમાં આવવાથી પ્રાણઘાતક કે બિન-પ્રાણઘાતક અકસ્માતની સંભાવના રહેલી છે. આથી ગણેશજીની મૂર્તિ, લાઈનથી સલામત અંતર રાખી જે તે લાઈન નીચેથી જ પસાર કરવી જોઈએ જેની ખાસ તકેદારી રાખવી તેવું અધિક્ષક ઇજનેર, પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.