આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે ગઢડાથી અમૃત સરોવર ઉગામેડી સુધી ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વમાં સાયકલ રેલી યોજાઇ - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે ગઢડાથી અમૃત સરોવર ઉગામેડી સુધી ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વમાં સાયકલ રેલી યોજાઇ


આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે ગઢડાથી અમૃત સરોવર ઉગામેડી સુધી ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વમાં સાયકલ રેલી યોજાઇ

દેશને આઝાદ થયે ૭૫ વર્ષ પૂર્ણ થનાર છે, આઝાદીની યાદગા૨ સંસ્કૃતિના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગઇકાલે ગઢડાના અમૃત સરોવરના નોડલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.પી.પરમારના નેતૃત્વમાં તાલુકા પંચાયતના સ્ટાફે ગઢડાની તાલુકા પંચાયત કચેરીના સંકુલથી મિશન અમૃત સરોવર ઉગામેડી સુધી ૨૦ કિ.મી સાયકલ યાત્રા દ્વારા અનોખી ઉજવણી કરીને ગ્રામજનોને આઝાદીની યાદગા૨ ઉજવણીની પ્રેરણા પુરી પાડી હતી.
બોટાદ જીલ્લાના ૮૦ ગામોમાં અમૃત સરોવરના નિર્માણ કરવામાં આવેલ છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલી સાયકલ રેલી દ્વારા હેલ્થ કેમ્પ/સફાઈ અભિયાન/શાળાકીય સ્પર્ધાઓ/વિવિધ રેલી અને અમૃત સરોવ૨ની આસપાસ સુશોભન તેમજ અમૃત સરોવર સ્થળે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો પ્રેરક સંદેશ પણ આપ્યો હતો. આ યાત્રા થકી તાલુકા પંચાયતના કર્મયોગીઓએ લોકોને આગામી 15મી ઓગસ્ટની શુભેચ્છાઓ પાઠવી હતી અને અત્યારથી જ આગામી સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવા અવનવા કાર્યક્રમોનાં આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.