રાજકોટની આજી નદીના કાંઠે 550 વર્ષથી વધુ જૂનું રામનાથ મહાદેવ મંદિર, ક્યારેય તાળા લાગતા નથી, ચોમાસામાં કુદરતી જળાભિષેક થાય
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આજે અમે તમને રાજકોટ શહેરની ઓળખસમી આજી નદીના કાંઠે સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શન કરાવવાના છીએ. અહીં શહેરના લાખો લોકોની આસ્થા અને ભક્તિનું પ્રતિક 550 વર્ષથી વધુ જૂનું રામનાથ મહાદેવ મંદિર આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુનઃનિર્માણ અને વિકાસ કરવા માટે 5 કરોડનો ખર્ચ કરશે. જે સોમનાથ અને દ્વારકા બાદ સૌથી મહત્ત્વનું યાત્રાધામ તરીકે આ જગ્યાને વિકસાવવામાં આવશે. રામનાથ મહાદેવ મંદિરે ક્યારેય તાળા લાગતા નથી અને ચોમાસામાં આજી નદીમાં પૂર આવે એટલે કુરદતી જળાભિષેક થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.