સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં ગંદકી સફાઈનો અભાવ
સુરેન્દ્રનગરના ખેરાળી રોડ પર આવેલ બહુમાળી ભવનમાં અલગ અલગ બે બિલ્ડિંગમાં અંદાજે 40થી વધુ અલગ અલગ વિભાગની આરટીઓ, રજીસ્ટ્રાર, ખાણખનીજ, સમાજ કલ્યાણ, બાગાયત, જિલ્લા શિક્ષણ અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ સિંચાઇ વિભાગ સહીતની અનેક સરકારી કચેરીઓ આવેલી છે આ તમામ સરકારી કચેરીઓમાં માત્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર જ નહિ પરંતુ આસપાસના ગામોના જિલ્લાભરમાંથી અનેક અરજદારો પોતાના વિવિધ પ્રકારના કામ અર્થે આવે છે પરંતુ અહીં આવી મોટાભાગની સરકારી કચેરીઓમાં છેલ્લા ઘણા સમયથી સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને નિયમિત સફાઈ ન થતા ઠેર ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે બહુમાળી ભવનના મુખ્ય ગેટ પાસે જ સરકારી શૌચાલયનુ લીકેજ પાણી રસ્તા પર ફરી વળતા અરજદારોને આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવુ પડે છે આ ઉપરાંત કચેરીઓમાં ઠેર ઠેર પાન મસાલાની પીચકારી ઓથી દિવાલો રંગીન હાલતમાં જણાઈ આવે છે આ દીવાલો પણ કેટલાય સમયથી સાફ કરવામાં આવી નથી જ્યારે કચેરીમાં બનાવવામાં આવેલ ઇલેક્ટ્રિક રૂમ જાણે કચરાપેટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે પરંતુ અહી પીવાના પાણી માટેની પરબ તો બનાવી છે પરંતુ વર્ષોથી તેમા નળ જ ગાયબ થઈ ગયા છે આ ઉપરાંત સરકારી કચેરીઓમાં અંદર તેમજ બહાર બન્ને તરફ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય તેમજ ઠેર ઠેર ભંગારના ખડકલા જોવા મળી રહ્યાં છે તાત્કાલીક આ અંગે ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરવામાં આવે યોગ્ય તેમજ નિયમિત સફાઈ કરવામાં આવે તેવી અરજદારો સહિત લોકોમાં માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.