ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ - At This Time

ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ


(ચેતન ચૌહાણ દ્વારા)
મહિલાની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ યુવતીને ઘરે પહોંચાડી અને પુનઃ મિલાપ કરાવ્યો હતો. બોટાદ જિલ્લાના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને જણાવેલ કે એક અજાણ્યા બહેન મળી આવેલ છે.અને અહીં 5 કલાકથી આટાફેરા મારે છે કય બોલતા નથી. અને વરસાદ મા પલળે છે અને ધ્રૂજે છે અને માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે. કોલ આવતાની સાથે જ ગણતરીની મિનીટમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ સોનગરા માયાબેન, અને પાયલોટ જમોડ હરેશભાઇ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ.પીડિત બહેન સાથે વાતચીત કરવાનાં પ્રયત્ન કરેલ પરંતુ તેમને કશુ જ યાદ ન હતું અને તેમનું ઘરનું સરનામું મેળવવું પણ મુશ્કેલ હતું. ત્યારબાદ આજુબાજુ મા તપાસ કરતા જાણવા મળેલ કે પીડિત બહેન બોટાદ સારંગપુર રોડ બાજુથી આવતા જોયા હતા ત્યારબાદ 181 ટીમની સુજબુજ થી પૂછતા - પૂછતા તેમના દીકરાનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને મહિલાના દીકરા સાથે ફોનમા વાતચીત કરેલ અને તેમને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન બોલાવેલ અને વાતચીત કરતા જણાવેલ કે તેઓ કાલ સાંજના ઘરેથી નીકળી ગયેલ છે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેમને મગજની દવા પણ ચાલુ છે. અને પહેલા પણ તેઓ ઘરેથી નીકળી ગયેલ હોય અને આજે પણ ઘરે કોઈ હાજર ન હતા અને મહિલા ઘરે કોઈ ને જાણ કર્યા વગર નીકળી ગયેલ અને ઘણી શોધ ખોળ કરવા છતાં મળેલ નહીં 181 ટીમ દ્વારા મહિલા મળી જતા મહિલાનો દીકરો ખુબ જ રાજી થઈ ગયેલ અને 181ની ટીમ દ્વારા મહિલાના દીકરાને મહિલાનું ધ્યાન રાખવા અને મહિલાના કપડાં સાથે નંબર અને સરનામાં ની ચિઠ્ઠી લગાવવા જણાવેલ અને યોગ્ય સારવાર કરાવવા અને કાળજી રાખવા જણાવેલ.દીકરાને તેમની માતા મળી જતા શાંતિ અનુભવતા 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ માનસિક અસ્વસ્થ મહિલાને તેમના દીકરાને સાહિ સલામત સોંપી અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવી એક સરાહનીય કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.