કિસાન સુર્યોદય યોજના અંતર્ગત તલોદ તાલુકા ના રોઝડ પંથક ના ગ્રામ્ય વિસ્તારો માં દિવસ ની વિજળી મળતાં ખુશી નો માહોલ - At This Time

કિસાન સુર્યોદય યોજના અંતર્ગત તલોદ તાલુકા ના રોઝડ પંથક ના ગ્રામ્ય વિસ્તારો માં દિવસ ની વિજળી મળતાં ખુશી નો માહોલ


*કિસાન સુર્યોદય યોજના અંતર્ગત તલોદ તાલુકા ના રોઝડ પંથક ના ગ્રામ્ય વિસ્તારો માં દિવસ ની વિજળી મળતાં ખુશી નો માહોલ*

*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

*રોજડ પંથકના ત્રીસ થી વધુ ગામ ના લોકો એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર નો આભાર માન્યો*

સાબર કાંઠા જીલ્લા ના તલોદ તાલુકા ના રોઝડ પંથક ના ગ્રામ્ય વિસ્તારો માં ખેડુતો ને ખેત કામ માટે રાત્રી દરમિયાન વિજળી મળતી હતી....જેના લીધે ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને વ્યાપક પ્રમાણ માં હાલાકી ભોગવવી પડતી હતી...જે ને લઈ ને પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર સિંહ પરમાર એ સ્થાનિકો ની રજુઆત ધ્યાને લઈ ને ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ ને રજુઆત કરતાં આજથી જ રોઝડ પંથક ના ત્રીસ થી વધુ ગામો ને કૃષિ ક્ષેત્ર માટે વપરાતી વિજળી ને દિવસ ની વિજળી આપવા નો નિર્ણય કરવા માં આવતાં રોઝડ પંથક ના ત્રીસ થી વધુ ગામો માં આનંદ છવાયો છે....રોઝડ પંથક ના ત્રીસ થી વધુ ગામો માં દિવસ ની વિજળી મળતાં ખેડુતો ને પડતી હાલાકી દૂર થનાર હોવા નું સ્થાનિક ખેડૂત આગેવાનો એ જણાવેલ છે...


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.