પાડોશીએ રૂપિયાની મદદ માંગી વૃદ્ધાને વ્યાજના કુ-ચક્રમાં ફસાવ્યા, વૃદ્ધાનું જ ઘર ગીરવે મૂકી લાખોની છેતરપિંડી આચરી
રાજકોટમાં છેતરપિંડી સાથે વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીગ્રામ નંદનવન સોસાયટી રહેતાં પ્રેમબા છત્રસિંહ જાડેજા નામના વૃધ્ધાએ પડોશમાં જ રહેતાં રશ્મિ પ્રકાશભાઇ અઢીયા અને ઍડવોકેટ ચેતન શિંગાળા વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી 406, 420, 114, 506 (2), મનીલેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોîધ્યો છે. રશ્મીબેન ઉછીના 10 લાખ રૂપિયા લીધા બાદ વૃદ્ધાનું મકાન તેમની જાણ બહાર વકિલ મારફત ગીરવે મુકાવી તેના પર 40 લાખ મેળવી લઇ તેમજ વકિલે વ્યાજના 12 લાખ કાપી લઇ 28 લાખ આપી બાદમાં મકાન ખાલી કરવાનું અથવા 40 લાખનું વ્યાજ આપવાનું કહી હેરાન કરતાં અને રશ્મી અઢીયાઍ પણ હવે પૈસા કે મકાનની ફાઇલ કંઇ નહિ મળે તેમ કહી દેતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.