રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં પગાર પ્રશ્ને 2 કર્મીએ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પીધી, રસ્તા પર આળોટ્યા - At This Time

રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં પગાર પ્રશ્ને 2 કર્મીએ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પીધી, રસ્તા પર આળોટ્યા


રાજકોટના આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ પગાર ન મળતા હડતાળ પર ઊતરી આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં કર્મચારીઓ એકત્ર થઈ ધરણાં કર્યાં હતાં. જે પૈકી બે કર્મીઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસકર્મીઓએ બન્નેને અટકાવ્યા હતા. એ સમયે પણ બન્ને કર્મીઓએ રસ્તા પર આળોટીને પોતાની માંગ પૂર્ણ કરવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.