ભાવનગર મંડળ પર ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની વર્ષ 2022-23 ની ત્રીજી બેઠક સંપન્ન
ભાવનગર મંડળ પર ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની વર્ષ 2022-23 ની ત્રીજી બેઠક સંપન્ન
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર વર્ષ 2022-23 માટે રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્લેટિવ કમિટીની ત્રીજી બેઠકનું આયોજન ડિવિઝનલ ઑફિસ ખાતે કરવામાં આવ્યું હતું. મીટીંગની શરૂઆતમાં કમિટીના સેક્રેટરી અને સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે મીટીંગમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી પેસેન્જર સુવિધાઓ વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે ભાવનગર ડીવીઝન પર ચાલી રહેલી પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ ભાવનગર ડિવિઝનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં આ સુવિધાઓ મંડળ પર જોવા મળશે. તેમની વ્યાજબી માંગણીઓનું ટૂંક સમયમાં મંડળ દ્વારા નિરાકરણ કરવામાં આવશે બેઠક દરમિયાન ભાવનગર ડિવિઝન દ્વારા પાવર પ્રેઝન્ટેશન ના માધ્યમથી ઉપલબ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ બતાવવામાં આવી હતી. આ દરમિયાન કમિટીના સભ્યોએ પોતપોતાના વિસ્તારોની રેલ સમસ્યાઓ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોના વિસ્તરણ વગેરે માટે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે તેમને તેમની વ્યાજબી માંગણીઓ પર ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં સૌ શ્રી કિરણ ગાંધી (ભાવનગર), શ્રી પરેશભાઈ શાહ (મહુવા), શ્રી અશોકભાઈ કરમટીયા (ભાવનગર), શ્રી કાંતિભાઈ ચૌહાણ (સાગવાડી), શ્રી ધીરૂભાઈ ધંધુકિયા (ભાવનગર) અને શ્રી વિજયકુમાર ગટેચા (કોડીનાર) ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન સ્વર્ગસ્થ સભ્ય શ્રી રાજેન્દ્ર પારેખ (ભાવનગર)ને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મીટીંગના અંતે સિનિયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર શ્રી માશૂક અહમદે મીટીંગમાં હાજરી આપવા અને મૂલ્યવાન સુઝાવ આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી કૃષ્ણ લાલ ભાટિયા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.