કાલસારી માં ૧૨૫ વર્ષથી મહાકાળી ગરબી મંડળ મા માતાજીની આરાધના થાય છે - At This Time

કાલસારી માં ૧૨૫ વર્ષથી મહાકાળી ગરબી મંડળ મા માતાજીની આરાધના થાય છે


કાલસારી માં ૧૨૫ વર્ષથી માતાજીની આરાધના થાય છેભારતીય સંસ્કૃતિ અને પરંપરાના એક અનેરા ઉદાહરણ તરીકે કાઠીયાવાડની ધરતી પર ગૌરવ લઈ શકાય તેવી મા જગદંબાની ઉપાસના થાય‌ છે જ્યાં અંગ્રેજા શાસનકાળથી વિસાવદર તાલુકાનાં નાનકડા એવા ગામ કાલસારીમાં આપણી સંસ્કૃતિ અને વારસાને રક્ષણ કરતી મહાકાળી ગરબી મંડળ છેલ્લા ૧૨૫ વર્ષથી પરંપરા ને જાળવવાનું કાર્ય કરી રહી છે. આ ચોકમાં જૂના નાટકો અને પારંપારિક રાસ ગરબાની રમઝટ વર્ષોથી ચાલી રહી છે. અભિમન્યુ ચક્રવ્યુહ, લાખણ સિંહ ની કટાર, સમ્રાટ હર્ષ જેવા નાટકો ભજવાતા. એક પેટ્રોમેક્સ ના અજવાળાથી શરૂ કરી ને એલઈડી લાઇટ આવવા સુધીનો સફર આ ચોકમાં હજુ બરકરાર છે એવું ગરબીના હાલના સભ્યો નરેશભાઈ પરમાર, બુધાભાઈ જમોડ, રાહુલભાઈ સોલંકી તેમજ તેમના સમગ્ર ગ્રુપદ્વારા પ્રાચીન ગરબીનું સુંદર સંચાલન કરવામાં આવેછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.