સાયલા ની શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલા ખાતે બાલસંસદની ચૂંટણી યોજાઈ હતી.
સાયલા ની શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલા ખાતે બાલસંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાળાના આચાર્યના માર્ગદર્શન અને શામાજિક વિજ્ઞાન શિક્ષક ગોવિંદભાઈના આયોજન દ્વારા ચૂંટણીની તમામ તૈયારી કરવામાં આવી હતી.સ્ત્રીઓના મતદાનની ટકાવારીમાં વધારો કરવાના ચૂંટણી પંચના નવા કન્સેપ્ટ મુજબ કન્યા શાળા હોવાથી શાળામાં પિન્ક બુથ ઉભું કરવામા આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકોએ ગુલાબી કલરના ડ્રેસ સાથે પિન્ક બૂથની તમામ તૈયારી કરી હતી.
બૂથ પર બીએલઓ,પ્રિસાઈડિંગ ઓફિસર,પોલિંગ સ્ટાફ,પોલીસ સ્ટાફ અને સુરક્ષા કર્મી સુધીની તમામ ફરજો શાળાની દીકરીઓએ બજાવી હતી.બાલ સંસદ ચૂંટણી માટે અગાઉથી જાહેરનામું પાડીને દરેક ધોરણ અને શાળાના બુલેટીન બોર્ડ પર જાહેરનામું લગાવીને તથા શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.જાહેરનામામાં ફોર્મ ભરવાની તારીખ,ફોર્મ પાછા ખેંચવાની તારીખ,મતદાન તારીખ,મતગણતરી તારીખ અને સપથ વિધિ સહીત તમામ બાબતો આવરી લેવામાં આવી હતી.
શાળામાં સવારથી જ ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો.દરેક દીકરીઓએ મતદાન કર્યું તથા શાળાના smc સભ્યો અને શિક્ષકોએ પણ મતદાન કર્યું હતું.ગામના સરપંચ,ઉપસરપંચ,કારોબારી ચેરમેન અને વાલી મિત્રોએ શાળાની મુલાકાત લીધી હતી.આ ચૂંટણીનું તા.૧૫/૦૭/૨૦૨૪ ને સોમવારના રોજ પરિણામ જાહેર થશે અને ઉમેદવારોમાંથી શાળાના મુખ્યમંત્રી અને દરેક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવશે અને તેઓની સપથવિધિ પણ કરવામા આવશે.
બાલ સંસદથી બાળકોમાં નાનપણથીજ લોકશાહી અને મતનું મૂલ્યની સમજ કેળવાય છે. પોતાના ભાગે આવેલું કામ નિષ્ઠા પૂર્વક નિભાવવા અને સદગુણોના વિકાસ માટે આ બાલ સંસદ અનિવાર્ય છે.બાળક ૧૮ વર્ષનું થઈને પ્રથમ મતાધિકારનો ઉપયોગ કોઇ લોભ,લાલચમાં ના આવીને નીડરતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ આ બાલ સંસદ જેવી ચૂંટણી ખુબ જ ઉપયોગી છે.
વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારત દેશ માટે બાલ સંસદ જેવા કાર્યક્રમોથી મતદાનની જાગૃતિ આવે છે અને મતદાન ટકાવારીમાં પણ વધે છે.
શાળાના તમામ શિક્ષકો અને smc સભ્યો તથા બાળકોના સહિયારા પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હતો
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.