શ્રી એસ.કે. ચર્તુવેદી (અગ્ર મુખ્યવન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ) દ્વ્રારા  કોનોકાપર્સ રોપા ન ઉછેરવાના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર કોનોકાર્પસ વૃક્ષોનું વાવેતર, રોપા વિતરણ સંપૂર્ણ પણે બંધ થાય તેવી તમામ રાજયોની સરકાર પાસે અપેક્ષા – સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર શું છે આ કોનોકાર્પસ અને તેની પર્યાવરણ અને માનવજીવન પર થતી અસરો - At This Time

શ્રી એસ.કે. ચર્તુવેદી (અગ્ર મુખ્યવન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ) દ્વ્રારા  કોનોકાપર્સ રોપા ન ઉછેરવાના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર કોનોકાર્પસ વૃક્ષોનું વાવેતર, રોપા વિતરણ સંપૂર્ણ પણે બંધ થાય તેવી તમામ રાજયોની સરકાર પાસે અપેક્ષા – સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર શું છે આ કોનોકાર્પસ અને તેની પર્યાવરણ અને માનવજીવન પર થતી અસરો


શ્રી એસ.કે. ચર્તુવેદી (અગ્ર મુખ્યવન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ) દ્વ્રારા  કોનોકાપર્સ રોપા ન ઉછેરવાના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર

કોનોકાર્પસ વૃક્ષોનું વાવેતર, રોપા વિતરણ સંપૂર્ણ પણે બંધ થાય તેવી તમામ રાજયોની સરકાર પાસે અપેક્ષા – સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર

શું છે આ કોનોકાર્પસ અને તેની પર્યાવરણ અને માનવજીવન પર થતી અસરો

ગુજરાત સરકારના વન વિભાગ દ્વ્રારા હાલમાં જ પર્યાવરણ ખૂબ મોટું નુકશાન પહોંચાડનાર કોનોકાપર્સ વૃક્ષોનો ઉછેર ન કરવાનો પર્યાવરણની જાળવણી માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જે બદલ ગુજરાત સરકારનાં વન વિભાગ તથા શ્રી એસ.કે. ચર્તુવેદી (અગ્ર મુખ્યવન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ) નો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર દ્વારા આભાર વ્યકત કરી નિર્ણયને આવકાર્યો હતો.|
હાલમાં ગુજરાત સરકારના ધ્યાનમાં આવેલ કે, રાજયમાં વિદેશી પ્રજાતી કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહયો છે. જેના કારણે પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો ઉત્પન્ન થાય છે. કોનોકાર્પસના મૂળીયા જમીનમાં ઉડે જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેના લીધે સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઈનો અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન થઈ રહયું છે. ખાસ કરીને આ વૃક્ષ શીયાળાની ઋતુમાં ફુલ આવે છે જેના પરાગરજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે મનુષ્યોને શરદી, ઉધરસ, અસ્થમાં, એલર્જી વિગેરે જેવા અનેકો રોગો થવાની સંભાવના રહેલી છે.
સ૨કા૨ જેવી રીતે ગાંજાના છોડના ઉછેર ન કરવા માટે કટીબધ્ધ છે તેવી જ જો કાયમી ધોરણે કોનોકાપર્સ વૃક્ષનો ઉછેર ન થાય તે દિશામાં ચોકકસ પગલાં લ્યે તો પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો થશે જો દેશીકુળના ફળ, ફુલ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો પર્યાવરણનું રક્ષણ થવાથી પશુ-પક્ષી અને જીવ જંતુનું ખૂબ મોટું રક્ષણ થશે અને માનવ જીવનને ખુબ મોટો ફાયદો થશે.
કોનોકાર્પસ લેન્સિફોલિઅસ (Conocarpus lancifolius) સુશોભન માટેનું વૃક્ષ છે, જે ખાસકરીને સુંદર હે જ બનાવવામાં વપરાય છે. તે કોમ્બેટેસી (Combretaceae) કુળની વનસ્પતિ છે. લેન્સલીફ બટનવુડ (Lanceleaf Buttonwood), દમાસ ટ્રી (Damas Tree), વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખવામાં આવે છે. તે પશ્ચિમી એશિયા (યમન)નું મૂળ વતની છે. તે સદાહરીત છે. જે ૨૦ મીટર ઉંચું વધે છે. વાવેતર કરેલ વૃક્ષ મોટાભાગે એક જ પ્રકાંડવાળુ પરંતુ જયાં કુદરતી રીતે ઉગે છે તેવા વૃક્ષોમાં ઘણી બધી શાખાઓ હોય છે. પાંદડા સરળ અને ચળકતા, ૧૦ સે.મી. લાંબા, લેન્સ આકારના, આધાર પાસે સાંકડા અને ગાઢ સર્પાકારમાં ગોઠવાયેલ હોય છે. ફૂલો પીળાશ પડતાં લીલા, શાખાઓ પર ગોળકાર હેડ આકારના અને થોડા સુગંધીદાર. ફળ શુષ્ક, ગોળાકાર લીલા રંગના, કોન જેવા જે ભીંગડા જેવા નાના ઘણા સખત બીજ ધરાવે છે.
સુશોભન માટે ઉપયોગી એવું આ વૃક્ષ માત્ર દેખાવમાં જ સારુ છે. ખરેખર આ વૃક્ષ પર્યાવરણની સાથે સાથે વ્યકિતના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. આ વૃક્ષ મોટે ભાગે દરિયાકિનારે વાવવામાં આવતું હતુ પરંતુ આજ શહેરની શોભા વધારવા શહેરી વિસ્તારમાં આ વૃક્ષ વવાઈ રહયાં છે. આ વૃક્ષ જમીનમાંથી બહોળા પ્રમાણમાં પાણી ખેંચી લે છે જેથી ભવિષ્યમાં જમીનનાં પાણીની સપાટી ખુબ જ નીચી જવાની શકયતાઓ ખૂબ જ વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયના અમુક શહેરોમાં આ પરિસ્થિતિ ઉભી પણ થઈ છે. આ ઉપરાંત આ વૃક્ષના કારણે હવાનું પ્રમાણ પણ ખરાબ થયાનું પર્યાવરણવિદો જણાવે છે. જેથી પર્યાવરણવિદો અને વનસ્પતિશાસ્ત્રો દ્રારા દેશી વૃક્ષોનું વાવેતર કરવા આગ્રહ કર્યો છે.

રિપોર્ટ. નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.