વડોદરાના સૌપ્રથમ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023ના આયોજનમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી - At This Time

વડોદરાના સૌપ્રથમ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023ના આયોજનમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી


ભારતીય વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું સપનું ખૂબ જ સરળ બની રહ્યું છે તેવા સમયમાં વડોદરા ખાતે ૭ મે ૨૦૨૩ ના રોજ એક ખાસ કાર્યક્રમ અંતર્ગત શહેરનો સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કે.સી. ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા આ પ્રકારના ખાસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન શહેરની સયાજી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળ પર અમેરિકા, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપિયન દેશોમાં અભ્યાસ માટેની માહિતી મળી રહે તેવા સુંદર પ્રયાસ સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ મેળાનો લાભ લીધો હતો જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ ને ઓન ધ સ્પોટ એડમિશન અલગ અલગ દેશોની યુનિવર્સિટીમાં મળ્યું હતું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર એવા કેનેડા માટે એપ્લિકેશન ફી વેવર પણ મેળવ્યું હતું સાથે જ 3 વિદ્યાર્થીઓ ને 100% સ્કોલરશીપ ના લાભ હેઠળ પણ વિવિધ ફાયદાકારક માહિતીઓ મળી હતી.

આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં 1000 થી વધુ વિદ્યાર્થીઓ એ પોતાના વાલીઓ સાથે આ ફેરમાં આવી યોગ્ય માહિતી મેળવી હતી.

આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં જુદા જુદા 8 દેશોની યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ સાથે ઇચ્છુક વિદ્યાર્થીઓ મુલાકાત કરી હતી અને યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ફી સાથે જ રહેવાની વ્યવસ્થાઓ અને 100% સુધીની એપ્લિકેશન ફી વેવર તથા અલગ અલગ સ્કોલરશીપ પ્રોગ્રામની પણ માહિતી મેળવી હતી.

આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટ સાથે આવવા માટે સૂચન આપવામાં

તો આપના બાળકો ના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને ખાસ આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ની મુલાકIત લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image