બહેનને મોબાઈલમાં પજવણી કરતાં શખ્સને સમજાવવા ગયેલા સોની યુવકનું અપહરણ કરી મારમાર્યો
બહેનની પજવણી કરતાં શખ્સને સમજાવવા ગયેલા સોની યુવક પર ભૂરા ભરવાડ સહિતના 15 જેટલા શખસોએ અપહરણ કરી ધોકા અને પાઈપથી મારમારી રોડ પર છોડી દિધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલ કેવલમ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં નરેન્દ્રભાઈ મનસુખભાઇ પાલા (ઉ.વ.32) ડ્રાઇવિંગ કામ કરે છે અને તે ચાર ભાઈ - બહેનમાં વચ્ચેટ છે. તેમની નાની બહેનના મોબાઈલ પર છેલ્લા એક માસથી આજીડેમ પાસે રહેતો ભૂરો ભરવાડ નામનો શખ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મળવા માટે મેસેજ કરી તેમજ વિડીઓ કોલ કરી અવારનવાર પજવણી કરતો હતો. જેથી તેમને કબરાઉ મોગલધામ દર્શન કરવા બાઇક લઈ નીકળવું હતું ત્યારે તેને ભૂરો ભરવાડને ફોન કરી મારી બહેનને કેમ મેસેજ કરે છે તેમ કહેતા શખ્સે માર્કેટિંગયાર્ડ પાસે તેમને મળવા બોલાવ્યો હતો.
જે બાદ તેને કબરાઉ જવાનું હોવાથી તે બાઇક લઈ પેહલા રાત્રીના બે વાગ્યે માર્કેટીંગપાસેના નાલા પાસે ગયો હતો. જ્યાં હાજર ભૂરો ભરવાડ અને તેની સાથેના શખસોએ ઝઘડો કરી ધોકા અને પાઈપથી બેફામ મારમાર્યો હતો. જે બાદ તેનું અપહરણ કરી બાઇકમાં બેસાડી ભૂરાની ઓફિસે લઈ ગયાં હતાં અને ત્યાં પણ બેફામ બે કલાક સુધી મારમારી યુવકને નવડાવી કપડાં બદલાવી બાદમાં બાઇકમાં બેસાડી રોડ પર છોડી શખ્સો નાસી છૂટ્યા હતાં.
બાદમાં ઇજાગ્રસ્ત યુવકે ઘરે પહોંચતા પરિવારજનો એ તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.