પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં વધુ દવાઓ સસ્તી મળશે: કેન્સર, હૃદયરોગની દવાઓનો થયો સમાવેશ - At This Time

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં વધુ દવાઓ સસ્તી મળશે: કેન્સર, હૃદયરોગની દવાઓનો થયો સમાવેશ


પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત સસ્તી દવાઓની સંખ્યામાં મોટો વધારો કરવાની તૈયારી છે. વધુ 200 જેટલી દવાઓનો તેમાં ઉમેરો કરવામાં આવશે. કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં હાલ 1600 પ્રકારની દવા અને 240 સર્જિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. દવાની સંખ્યા વધીને 1800 જેટલી થશે. 200 જેટલી નવી દવાઓનો ઉમેરો કરવામાં આવશે.

નવી દવાઓમાં કેન્સર, હૃદયરોગ જેવી ગંભીર બિમારીઓમાં ઉપયોગમાં લેનાર દવાનો સમાવેશ થાય છે. હાલ દેશનાં 735 જિલ્લામાં 8700 જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડીવાઈસીસ બ્યુરો ઓફ ઇન્ડીયાના સીઈઓ રવિ દાધીચે જણાવ્યું કે આવતા છ મહિનામાં જન ઔષિધ કેન્દ્રોની સંખ્યા 9300 થશે અને 2023-24ના નાણાકીય વર્ષમાં 10,000ને આંબી જશે.

હાલ કેન્સરને લગતે 39 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે ઉપરાંત હૃદયરોગની પણ અનેક દવાઓ મોજુદ છે. ખાનગી કંપનીઓની દવાઓ કરતાં જન ઔષધિ કેન્દ્રોની દવા 50 થી 90 ટકા સસ્તી હોય છે.

ગત વર્ષમાં 893 કરોડની દવાઓનું વેચાણ થયું હતું અને તેમાં લોકોને 5500 કરોડની બચત થઇ હતી. ચાલુ વર્ષમાં 1200 કરોડની દવાનું વેચાણ થવાનો અંદાજ છે. દેશમાં 20 જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ કેન્દ્રો ખુલી ગયા છે. સૌથી વધુ 1200 કેન્દ્રો ઉતરપ્રદેશમાં, કેરળમાં 981, તામીલનાડુમાં 135 તથા દિલ્હીમાં 382 કેન્દ્રો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.