પેટલાદ ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં 214 ઉમેદવારો આવ્યા, 182 ઉમેદવારોની પસંદગી
દેશ અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટે અને સામાન્ય અને શિક્ષિત નાગરિકને પણ રોજગાર મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર કચેરીઓ કૌશલ્ય સજજ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની મહત્વની કામગીરી કરી રહી છે.બેરોજગાર યુવાનો માટે રોજગારીની આ તક અને રોજગાર મેળાના માધ્યમથી હજારો યુવકોને નોકરી પ્રાપ્ત થઈ છે.
આણંદ જિલ્લામાં રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) બેરોજગારી નાબૂદ કરવાના સરકારના અભિગમને સાકાર કરવા સતત સક્રિય છે. નોકરી દાતા અને બેરોજગાર યુવકો વચ્ચે સેતુનું કામ કરતી સરકારની આ એજન્સી સતત રોજગાર મેળા દ્વારા ખૂબ અસરકારક કામગીરી બજાવી રહી છે.આણંદ જિલ્લા રોજગાર કચેરી તથા શ્રી આર.કે.પરીખ આર્ટ્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં પેટલાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.