પત્નીએ માવતર જવાની જીદ કરતાં યુવકે ઝેરના પારખાં કર્યા
મોરબી હાઉસ પાસે ભિસ્તીવાડમાં આવેલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં ધીરજભાઈ હેમંતભાઈ વાઘેલા (ઉ.વ.23) એ ગઈકાલે સાંજે પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી.વધુમાં યુવકના પિતાએ જણાવ્યું હતું કે, ધીરજે એક માસ પેહલાં અમદાવાદની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતાં. યુવતીએ માવતર જવાની જીદ કરતાં ધીરજને તેની પત્ની પાછી નહીં આવે તેવો ભય લાગતાં પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.