યુવાનને શ્રદ્ધા ગાર્ડનમાં માર માર્યો, હોસ્પિટલે પણ પત્ની-માતા સાથે મળી હુમલો કર્યો
ગોકુલધામ વિસ્તારમાં ગીતાંજલિ સોસાયટીમાં રહેતા વેપારી યુવાન પર પ્રથમ દોશી હોસ્પિટલ પાસે શ્રદ્ધા ગાર્ડનમાં બુટલેગરે હુમલો કર્યો હતો. બાદમાં યુવાન સારવાર માટે હોસ્પિટલ જતા ત્યાં ઘસી ગયેલ બુટલેગર અને તેની પત્ની તથા માતાએ આવી મારામારી કરી હતી. જે અંગે યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરોધ ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પૂર્વે જ પોલીસે દારૂની રેડ પડી હોય જેથી યુવાન બાતમી આપ્યાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે ગોકુલધામ ગાર્ડન પાસે ગીતાંજલિ સોસાયટી શેરી નંબર છ માં રહેતા રવિ દિનેશભાઈ ભટ્ટી(ઉ.વ 34) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે લેડીસ પર્સ વેચવાનું કામ કરે છે. તા. 18/8 ના સવારના આઠેક વાગ્યે શ્રદ્ધા ગાર્ડન દોશી હોસ્પિટલ પાછળ તે બેડમિન્ટન રમવા માટે ગયો હતો.
દરમિયાન તેમના ઘર નજીક જ રહેતો રોહિત કનુ મેર ઘસી આવ્યો હતો અને યુવાને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી તેની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા તે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયો હતો. દરમિયાન સવારના રોહિત તથા તેની પત્ની મધુ અને તેના પિતા કનુભાઈ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને હોસ્પિટલ સંકુલમાં જ યુવાન સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે મારામારી કરી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.