નગર માં ઠંડીનો ચમકારો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે નગરજનો
છેલ્લા ત્રણ-ચાર દિવસથી લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલા ઠંડા પવનોની અસર થી ઠંડીનું મોજો ફરી વળ્યું છે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું છે જેથી કરીને લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડા પવનો નું જોર યથાવત રહેશે તેમ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં પણ ઠંડા પવનની અસર જોવા મળી રહી છે
લુણાવાડા નગરમાં કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપણાનો સહારો લઈ રહ્યાં છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.