જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠકમાં શું થયું વાંચો સમાચાર ? - At This Time

જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠકમાં શું થયું વાંચો સમાચાર ?


જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠકમાં શું થયું વાંચો સમાચાર ?

બોટાદમાં “સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-2022”ની ઉજવણી:

જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગના સંકલ્પો રજૂ કર્યા. પ્રશાસન ગાંવ કી ઔર” શબ્દો ઘણું બધું કહી જાય છે, આયોજનનો હેતુ મહત્તમ લોકો સુધી પહોંચવાનો: જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સમગ્ર રાજ્યમાં 19થી 25 ડિસેમ્બર સુધી “સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-2022”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગના સંકલ્પો રજૂ કર્યા હતાં. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, “પ્રશાસન ગાંવ કી ઔર” શબ્દો ઘણું બધું કહી જાય છે. આ આયોજનનો હેતુ મહત્તમ લોકો સુધી પહોંચીને તેમની સાથેનો સંપર્ક વધુ મજબૂત કરવાનો છે. લોકો સાથેનો સંપર્ક મજબૂત બનશે તો જ તેમની સમસ્યાઓ વિશે જાણી તેનો હલ લાવી શકાશે. બેઠકમાં સુશાસન સપ્તાહ વિશે માહિતી આપતી વીડિયો ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથોસાથ શિક્ષણ, આરોગ્ય, નલ સે જલ યોજના સહિતના વિષયો પર પ્રેઝેન્ટટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોષીએ જણાવ્યું હતું કે, થોડું પરિવર્તન લાવવાથી આદર્શ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. જોષીએ આગામી આયોજન વિશે માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી તેમના વિભાગો દ્વારા આગામી સમયમાં કેવા કેવા લોકપયોગી સંકલ્પો સિદ્ધ કરવા કામગીરી કરવામાં આવશે તેના વિશે માહિતી મેળવી હતી. આ બેઠકમાં સંલગ્ન તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારનો સુશાસન સપ્તાહની ઉજવણીનો હેતુ તમામ જિલ્લાઓ અને તાલુકાઓના નાગરિકોને વહીવટીતંત્રની નજીક લાવવાનો છે. દરેક સ્તરે પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ઝડપી બનાવવા માટેનો સરકારશ્રીનો અથાક પ્રયાસ છે.

Report By Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.