“ઊના માં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ અને શંકાસ્પદ 8330 લીટર ડિઝલનો જથ્થો ઝડપી મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.બ્રાન્ચ”)(જીતેન્દ્ર ઠાકર)
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં થતી અસામાજિક પ્રવૃતિઓ ડામવા પ્રજા માટે એક વોટસએપ હેલ્પલાઇન નંબર ૯૦૯૯૫ ૯૯૦૪૦ બહાર પાડવામાં આવેલ હતો જેના પર પ્રજા દ્વારા અસામાજિક પ્રવૃતિ કરનારા ઇસમોની માહીતી મોકલવામાં આવે છે. તેમજ માહીતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જે અનુસંધાને,
ઉના ભાવનગર રોડ પર આવેલ ગેરકાયદેસર બાયો ડીઝલ નું વેચાણ થયું હોવાની બાતમી અધારે આજે હેલ્પલાઇન નંબર પર મળેલ બાતમી તથા એલ.સી.બી.ના ઇ.ચા. પીઆઈ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એ.સી.સિંધવ, ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પ્રવિણભાઇ મોરી સહિતનાં સ્ટાફ એ ગીરગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે ઉના બાયપાસ ફલાય ઓવર નીચેથી એક છકડો રીક્ષા જેના રજી નં.જી.જે.૦૪વી.૭૦૫૮ ને ચેક કરતા આધાર પુરાવા બીલ વગરનો શંકાસ્પદ ડીઝલ લી.૩૨૫ મળી આવતા આ જથ્થો કયાંથી લાવેલ તે બાબતે પુછતા આ જથ્થો ઉના બાયપાસ પાસે ભાવનગર રોડ હીરોના શોરૂમ પાસે આવેલ શ્રી રામ ટ્રેડીંગમાં ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા ઉવ.૩૨ ધંધો લાકડાનો વેપાર રહે.ઉના દેલવાડા રોડ નાગનાથ મંદીર સામે વી.એમ.પાર્ક સોસાયટી તા.ઉના રહે મુળ બોરવાવ તા. તાલાલા વાળા પાસેથી લીધેલ તેમજ ત્યાં ચેક કરતા વધુ ૮૦૦૫ નો જથ્થો મળી આવતા આ તમામ શંકાસ્પદ ડીઝલના જથ્થાની તપાસ કરવા સારૂ પુરવઠા વિભાગના અધિકારીશ્રીને શંકાસ્પદ ડીઝલના જથ્થા માંથી જરૂરી નમૂના લઇ નિયમો અનુસાર ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.
ઉનામાં ડીઝલ હેરફેર કરનારા શખ્સો હાજીભાઈ કાસમભાઈ સુમરા, ઉવ.રર ધંધો ડ્રાઇવીંગ રહે ગીરગઢડા નવાપરા વિસ્તાર તા.ગીરગઢડા, યુસુફભાઇ સીખુભાઇ સીપાઈ, ઉ.વ.૪૩, ધંધો ડ્રાઇવીંગ રહે.ગીરગઢડા નવાપરા વિસ્તાર તા. ગીરગઢડા, તેમજ ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા ઉવ.૩૨ ધંધો લાકડાનો વેપાર રહે.દેલવાડા રોડ નાગનાથ મંદીર સામે વી.એમ.પાર્ક સોસાયટી તા.ઉના રહે મુળ બોરવાવ તા. તાલાલા
"કામગીરી કરનાર અધિકારીશ્રીકર્મચારીઓ
એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા પો.સબ ઇન્સ..એ.સી.સિંધવ, એ.એસ.આઇ., રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ સહિતનાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરી કરી હતી."
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
