વિસાવદર તાલુકાના મોટી મોણપરી તેમજ પ્રેમપરા ખાતે ગ્રામસભાનુ આયોજન.
વિસાવદર તાલુકાના મોટી મોણપરી તેમજ પ્રેમપરા ખાતે ગ્રામસભાનુ આયોજન.
વિસાવદર તાલુકામાં થોડા જ દિવસોમાં લોકોના પ્રશ્નને નિરાકરણ લાવવા માટે સરકાર દ્વરા દરેક ગામડાઓમાં ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, તારીખ 19/1/2023 ના રોજ વિસાવદર તાલુકા ના મોટી મોણપરી તેમજ પ્રેમપરા ખાતે ગ્રામસભાં રાખવામાં આવી છે. જેમાં ગામના લોકોના વિવિધ પ્રશ્ન ને વાચા આપી નિરાકરણ લાવવામાં આવશે, અત્યારે, લોકોમાં ચર્ચા થઇ રહી છે. કે, ડબલ એન્જીન સરકાર ખેરેખર લોકોની તકલીફ સાંભળી તેને યોગ્ય ન્યાય આપશે.?
આ ગ્રામસભાના આયોજન પ્રમાણે તાલુકાના વિવિધ વિભાગના હોદેદારો ખાસ હાજરી આપશે. ઉપરાંત ખાસ જિલ્લા કક્ષાના લાઈઝન અધિકારીની પણ નિમણુંક કરવામાં આવી છે. જેમાં તારીખ 19/1/2023 ના રોજ મોટી મોણપરી તેમજ પ્રેમપરા માટે રીજીયોનલ ઓફિસર શ્રી પ્રદુષણ નિયઁત્રણ બોર્ડ જૂનાગઢને લાઈઝન અધિકારી તરીકે નિમણુંક થઇ છે. જેઓ પ્રેમપરા ખાતે 16:00 કલાકે ગ્રામસભા લેશે તેમજ મોટી મોણપરી ખાતે 17:00 કલાકે ગ્રામસભાની કાર્યવાહી કરશે. તેમ જાણવા મળેલ છે.
લોકોએ આ ગ્રામસભામાં હાજર રહી અને ગ્રામસભનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.