સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા એક મહીના પહેલાં ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને સોંપ્યો. - At This Time

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા એક મહીના પહેલાં ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને સોંપ્યો.


સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.કો બિદુંબા પી ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ અને તેઓ દ્વારા રોજ રોજ સદરહુ કામગીરી દરેક પોલીસ સ્ટેશનો પાસે સમયસર કરાવવા બાબતે ખાસ ચીવટ રાખવામાં આવેલ અને લખતર પોલીસ સ્ટેશન દ્રારા ઉપરોકત પોર્ટલમાં અરજદાર સાહીરખાન અનવરખાન ખેરવા પાટડી,સુરેન્દ્રનગર વાળાનો વિવો Y-100 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી એક મહિના પહેલા પડી ગયેલ જે મોબાઇલ ફોનની સમયસર CEIR મોડ્યુલમાં એન્ટ્રી કરાવવામાં આવેલ અને સદરહુ મોબાઇલ ફોનમાં બીજુ સીમકાર્ડનો ઉપયોગ થતાની ઉપરોકત મોડયુલ દ્વારા જાણ થતા તુરત સદરહુ મોબાઇલ ફોન હસ્તગત કરવામાં આવેલ અને આ કામના અરજદારને ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ પરત સોંપવામાં આવેલ છે તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પ્રજાજનોને જાણ કરવામા આવે છે કે જયારે પણ કોઇનો મોબાઇલ ફોન ચોરાય કે ખોવાય અથવા પડી જાય તો ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમા રજીસ્ટ્રેશન કરાવવા જાણ કરવામાં આવે છે સદરહુ પોર્ટલમાં પ્રજાજનોએ મોબાઇલનુ બીલ, આધાર કાર્ડની નકલ તથા પોલીસ સ્ટેશનમા કરવામા આવેલ ફરીયાદ અરજીની નકલો પોર્ટલમાં જોડવાનુ રહેશે સદરહુ કામગીરીમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીઆઇ એચ જે ભટ્ટ તથા પીએસઆઇ અજયસિંહ ચુડાસમા તથા એએસઆઈ બી જે ગોલેતર, તથા મહિલા પો.કો. બિદુંબા પી ઝાલા તથા એસ વી રાણવા તથા પી કે સાકરીયા નાઓ દ્રારા કરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.