રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સંસદ સંપર્ક અભિયાન
**રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સંસદ સંપર્ક અભિયાન*
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત દેશના લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યશ્રીઓની સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંપર્ક કરી સમગ્ર દેશના પ્રાથમિક થી લઈને કોલેજ સુધીના શિક્ષકો માટે અલગ અલગ પડતર પ્રશ્નોને લગતી માહિતી રજુ કરવામાં આવેલ છે .
(1) જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.
(2) શિક્ષણ સાથે જોડાયેલા તમામને BLO ની કામગીરી માંથી મુક્ત કરવામાં આવે.
(3) શિક્ષક ને વધુ માં વધુ સમય વર્ગખંડના શિક્ષણ માટે મળે તેવું આયોજન કરવામાં આવે.તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ને બદલીનો લાભ. આવી મૂખ્ય માંગ સાથે દરેક સંસદ સભ્યશ્રીઓની દીલ્હી ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિગતે ચર્ચા કરી સાથે સાથે સંગઠન દ્વારા કરવામાં આવતા વર્ષ દરમિયાન રચનાત્મક કાર્યોની અને માગણી માટેના ઉપરોક્ત મૂખ્ય મૂદ્દાઓની ફાઈલ આપવામાં આવી છે.આ સંપર્ક અભિયાન અંતર્ગત શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા ગુજરાતના તમામ સંસદોની મુલાકાત કરવા મા આવી. સમગ્ર દેશ તેમજ સમગ્ર રાજ્યમાં સંસદ શ્રીઓને રજૂઆત કરવામાં આવશે.આ મુલાકાત માં શ્રી ભીખાભાઈ પટેલ પ્રાંત અધ્યક્ષ, મિતેશભાઇ ભટ્ટ મહામંત્રી ગુજરાત , અનિરુદ્ધ સિંહ સોલંકી મહામંત્રી, શ્રી રમેશભાઈ ચૌધરી કોષાધ્યક્ષ, શ્રી ભારતસિંહ સોલંકી મંત્રી, શ્રી મૂળજીભાઈ - અધ્યક્ષ સરકારી માધ્યમિક સંવર્ગના ઓ એ મુલાકાત લઈ દોઢ કલાક સુધી ચાલેલી મુલાકાત માં સંગઠન અને માગણી ઓ વિશે વિગતે ચર્ચા કરી હતી. શ્રી મિતેષભાઈ ભટ્ટ સાહેબ દ્વારા સંગઠન ની કામગીરી ની ચર્ચા કરી અને કહ્યું કે *આ સંપર્ક અભિયાન તારીખ 23/7/23 થી 27/7/23 સુધી ચાલુ રાખ્યું હતું.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.