પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નારી વંદન સાથે ઉજવણી કરાઇ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નારી વંદન સાથે ઉજવણી કરાઇ
આ પ્રસંગે ગુરુવારે મંડળ કચેરીની મહિલા કર્મચારીઓને જાગૃત કરવા અને તેમને સશક્ત બનાવવા સંબંધિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી અને તમામ મહિલાઓની ઉત્કર્ષ અને પ્રગતિની પ્રશંસા કરી.8 માર્ચ, 2024 (શુક્રવાર)ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી.આ દિવસે જૂનાગઢ સ્ટેશન પર 57 મહિલા કર્મચારીઓએ એકસાથે કામ કર્યું હતું.સવારથી બપોરની પાળીમાં,મહિલા કર્મચારીઓએ જૂનાગઢ સ્ટેશનના તમામ વિભાગો જેવા કે અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર,રિઝર્વેશન ઓફિસ,સિગ્નલ અને ઇલેક્ટ્રિકલ ઓફિસ,હેલ્થ યુનિટ,લોકો લોબી,ટિકિટ ચેકિંગ,રેલ્વે સિક્યુરિટી પોસ્ટ વગેરેની કામગીરી સરળતાથી સંભાળી હતી.આ રીતે બધાએ સાબિત કર્યું કે મહિલાઓ હવે સશક્ત બની રહી છે.આ પ્રસંગે જૂનાગઢની મહિલા કર્મચારીઓ દ્વારા મહિલા રેલ્વે મુસાફરોનું ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે,સારંગપુર રેલ્વે સ્ટેશન પર તમામ કામગીરી પણ મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.હાલમાં ભાવનગર મંડળમાં કુલ 279 મહિલા કર્મચારીઓ કાર્યરત છે જેઓ વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.