પતિએ ફરવા જવાની ના પાડતા પત્નીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું - At This Time

પતિએ ફરવા જવાની ના પાડતા પત્નીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું


ક્રિસ્ટલ મોલની પાછળ આવેલા જ્યોતિનગરમાં પતિએ ફરવા જવાની ના પાડતા 44 વર્ષીય વૈશાલીબેને ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાછળ આવેલા જ્યોતિનગરમાં રહેતા વૈશાલીબેન જલ્પેશભાઈ કાથડીયા (ઉ.વ.44) નામની પરિણીતાએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં યુનિવર્સીટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં મૃતકને સંતાનમાં એક દીકરો-દીકરી છે
પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાને ફરવા જવા બાબતે પતિ સાથે ચડભડ થતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું. બનાવથી બે સંતાનો મા વિહોણા થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.