બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા પાળીયાદ રોડ પર આવે શ્રી એમ ડી. શાહ વિદ્યાલય મા હાઇજીન અને કાયદાકીય માર્ગદર્શન અપાયું - At This Time

બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા પાળીયાદ રોડ પર આવે શ્રી એમ ડી. શાહ વિદ્યાલય મા હાઇજીન અને કાયદાકીય માર્ગદર્શન અપાયું


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ.બળોલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ બોટાદ માં આવેલ શ્રી એમ. ડી. શાહ વિદ્યાલય મા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીની બેહનો સાથે મેન્સટુઅલ હાઇજીન અને પોષણ અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પી આર મેટલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ શ્રી એ. ડી. વ્યાસ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થી ઉચ્ચતર અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી દ્વારા એક લક્ષ નક્કી કરે જીવનમાં આવતા સંઘર્ષ ને સર કરવા અંગે માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા મેન્સ્ટયુઅલ હાઇજીન બાબતે નુકસાનકારક ગેરમાન્યતાઓ તેમજ મહિલાઓ ના સ્વાસ્થ્ય પર પડતી અસરો ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ સાથે સાતે પોષ્ટિક આહાર વિષે સમજ કરવામાં આવેલ ત્યાર બાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રીંકાબેન મકવાણા દ્વારા આ પોસ્કો એક્ટ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની કામગીરી તેમજ વધતા જતા સોશ્યિલ મીડિયા ના ઉપયોગ અંગે ફેસ બુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ દરેક એપ મા પ્રાયવર્ષી સેટીંગ તેમજ બિન જરૂરી ઉપયોગ ટાળવો તેમજ સાયબર ક્રાઈમ 1930 હેલ્પલાઇન અંગે સમજ કરેલ,ઉપરાંત દરેક વિદ્યાર્થી બેહોનો પોતાના મોબાઈલ ફોનમાં સંકટ સખી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરે તેમજ એપ્લિકેશન ના ઉપયોગ અંગે સમજ પુરી પાડવામાં આવે ત્યારબાદ સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક છાયાબેન દ્વારા આશ્રય સંધિત સુવિધાઓ અંગેની માહિતી આપવામાં આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા 181 હેલ્પલાઇન 24×7 કાર્યરત છે ક્યાં સંજોગો માં મદદ લઇ શકાય તેમજ 181 એપ્લિકેશન માં પેનીક બટન પર ક્લિક કરવા થી કોલ તેમજ એપ્લિકેશન દ્વારા વિડિઓ ઉતારી શકાય એ વિષે વિગતવાર સમજ કરેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત શી ટિમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા શી ટીમ ની કામગીરી તેમજ વી આર પ્રેજેન્ટેશ દ્વારા વિદ્યાર્થી ઓ ને મનોરંજન કરાવી અનુભવો અંગે પ્રશ્નોતરી કરાવેલ સંકલ્પ હબ ફોર એમ્પવાર મેન્ટ હબ ના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વહાલી દીકરી, વિધવા સહાય,ગંગા સ્વરૂપ આર્થિક પુનઃ લગ્ન, મહિલા સ્વાવ લંબાન વગેરે યોજનો અંગે ની માહિતી આપેલ દરેક વિદ્યાર્થી બેહનો ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવેલ શાળા ના પ્રિન્સિપાલ શ્રી વિનોદભાઈ રામાનુજ શિક્ષક ગણ શ્રી કિશોર પીપાવત સાહેબ તેમજ અન્ય શિક્ષક ગણ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહેલ સોલંકી હરેશભાઇ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.