શ્રી ગઢડીયા જસ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
શ્રી ગઢડીયા જસ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સાસકિયા કિંજલબેન અને ગામના મહિલા સરપંચ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી દેશભક્તિને ઉજાગર કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો .શાળાના વિદ્યાર્થીઓ અને આચાર્ય દ્વારા પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં વિવિધ કૃતિઓનું નિદર્શન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ રુચિ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
