શાંતિનગર રાજાવડલા ગામની ઓગનવાળી સીમ વિસ્તારમાં આઠ ઈસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા - At This Time

શાંતિનગર રાજાવડલા ગામની ઓગનવાળી સીમ વિસ્તારમાં આઠ ઈસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા


માહિતી અનુસાર શાંતિનગર (રાજા વડલા) ગામની ઓગનવાળી સિમ વિસ્તારમાં દેવરાજ ટીમ્બા માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પ્રકાશ ધનજી વાવડીયા (ધંધો ખેતી), વલ્લભ લિંબાભાઇ વાવડીયા (ધંધો ખેતી), રમેશ નાથાભાઇ કોઠારીયા (ધંધો ખેતી રહે). ત્રણેય કુંદણી ગામ, વિપુલ ભુરાભાઇ રામાણી (ધંધો ખેતી) રહે કમળાપુર ગામ, કેશુ કરશનભાઇ ગોહિલ (ધંધો ખેતી) રહે શાંતિનગર (રાજાવડલા) ગામ, અમરશી જેહા ભાઇ બાવળીયા (ધંધો મજુરી) રહે શાંતિનગર (રાજાવડલા) ગામ, ભરત દેવજીભાઇ રાવ (ધંધો-મજુરી) રહે રાજકોટ કણકોટ ન્યારી ડેમ તથા હસુ પ્રાગજીભાઇ હાંડા (ધંધો- ખેતી) રહે કનેસરા ગામ તા. જસદણ આમ 8 ઈસમો જાહેરમાં જૂગાર રમતા કુલ રકમ રૂા. 16,200 અને ગંજીપત્તા સાથે જસદણ પોલિસે ઝડપી પાડ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.