જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાનું નામ સ્ટાર પ્રચારક તરીકે આવતા તેમને ઠેર ઠેર ઠેરથી આવકાર - At This Time

જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાનું નામ સ્ટાર પ્રચારક તરીકે આવતા તેમને ઠેર ઠેર ઠેરથી આવકાર


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની અને એસ.જયશંકર સહિત ભાજપના રાષ્ટ્રીય અગ્રણી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ ભાજપ તરફથી ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર-પ્રસાર કરશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગુજરાત સરકારના વર્તમાન મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ સ્ટાર પ્રચારક તરીકે ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરશે ખાસ કરીને આ સ્ટાર પ્રચારક યાદીમાં જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાનું નામ આવતાં તેમને જસદણ વીંછિયા પંથકમાં ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ડો. ભરતભાઈ બોઘરા છેલ્લાં ૧૫ વર્ષથી વધું સમય પાર્ટી માટે તન મન અને ધનથી કામ કરી રહ્યાં છે ખાસ કરીને એમણે ધારાસભ્ય પદેથી જસદણ વીંછિયામાં અબજો રૂપિયાના વિકાસના કામો કર્યા તેઓની સ્ટાર પ્રચારક યાદીમાં સમાવેશ થવાથી તેમને અભિનંદન પાઠવું છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.