સસરા પરિવારનાં પિતૃ મોક્ષાર્થે કાલાવડ (શીતલા) ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરીને સમાજને ઉતમ ઉદાહરણ પૂરું પાડતા પાનસુરીયા પરીવારના જમાઈ હરીશભાઈ અને મધુબેન કપુરીયા(લંડન) - At This Time

સસરા પરિવારનાં પિતૃ મોક્ષાર્થે કાલાવડ (શીતલા) ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરીને સમાજને ઉતમ ઉદાહરણ પૂરું પાડતા પાનસુરીયા પરીવારના જમાઈ હરીશભાઈ અને મધુબેન કપુરીયા(લંડન)


સસરા પરિવારનાં પિતૃ મોક્ષાર્થે કાલાવડ (શીતલા) ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરીને સમાજને ઉતમ ઉદાહરણ પૂરું પાડતા પાનસુરીયા પરીવારના જમાઈ હરીશભાઈ અને મધુબેન કપુરીયા(લંડન)

પાનસુરીયા પરીવારના દીકરી મધુબેન હરીશભાઈ કપુરીયા અને જમાઈ હરીશભાઈ કપુરીયા(લંડન)એ એમના સસરાના પરિવારના એટલે કે પાનસુરીયા પરીવારના ગૌ.વા. કુરજીભાઈ જુઠાભાઈ પાનસુરીયા, ગૌ. વા. સામુબેન કુરજીભાઈ પાનસુરીયા, ગૌ.વા. પ્રકાશભાઈ કુરજીભાઈ પાનસુરીયા, ગૌ.વા. કૌશાબેન પ્રકાશભાઈ પાનસુરીયા તથા સમસ્ત પાનસુરીયા પરીવારના પિતૃ મોક્ષાર્થે કાલાવડ (શીતલા) ખાતે શ્રીમદ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભાગવત કથાના તપોમય વ્યાસાશને વિશ્વ પ્રસિધ્ધ વિદ્વાન, રસસિધ્ધ કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ (રાજકોટવાળા) બિરાજી ભાવવાહી શૈલીથી, ભક્તિપ્રાધાન્ય કથાનું રસપાન કરાવ્યું હતું.
કથામાં શ્રી ભિષ્મ ચરીત્ર, શ્રી નૃસિંહ જન્મ, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રુકમણી વિવાહ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના પરીવારના પિતૃ મોક્ષાર્થે તો બધા જ કથા કરાવતા હોય છે, પરંતુ સસરાના પરિવારને પણ પોતાનો પરિવાર ગણી ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરીને પાનસુરીયા પરીવારના જમાઈ હરીશભાઈ કપુરીયા અને દીકરી મધુબેન હરીશભાઈ કપુરીયાએ સમાજને એક ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું.આ સાથે પાનસુરિયા પરીવારના પિતૃ મોક્ષાર્થે ગાયને ઘાસચારાનું નીરણ, પક્ષીઓ માટે આશ્રય સ્થાન અને ભોજન વ્યવસ્થા, ઘવાયેલા પશુ, પક્ષીઓ માટે એમ્બ્યુલન્સ વિતરણ સહિતના અનેક વિધ સેવા કાર્યો સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.