સારવાર: હિંમતનગર સિવિલમાં બેભાન અવસ્થામાં લવાયેલા વૃદ્ધ સવા મહિને ભાનમાં આવ્યા - At This Time

સારવાર: હિંમતનગર સિવિલમાં બેભાન અવસ્થામાં લવાયેલા વૃદ્ધ સવા મહિને ભાનમાં આવ્યા


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

સારવાર: હિંમતનગર સિવિલમાં બેભાન અવસ્થામાં લવાયેલા વૃદ્ધ સવા મહિને ભાનમાં આવ્યા

સિવિલના 15 તબીબોની ટીમની મહેનતે વૃદ્ધને નવજીવન આપ્યું
હિંમતનગર બે મહિના અગાઉ ઇડરના વૃદ્ધે અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી દીધા બાદ ઇડર સિવિલમાંથી બેભાન અવસ્થામાં હિંમતનગર રિફર કરાયા હતા.

હિંમતનગર સિવિલમાં સવા મહિના સુધી 15 ડોક્ટરોની ટીમની વેન્ટિલેટર સહિતની સારવાર રંગ લાવતા ભાનમાં આવ્યા હતા અને ત્યારબાદ પંદરેક દિવસમાં સ્વસ્થ થતાં રજા આપતાં વૃદ્ધ અને પરિવારજનોમાં નવજીવન મળ્યાનો આનંદ સમાતો ન હતો. ઈડરના પરમારવાસમાં રહેતા અને ફેરી કરતાં મોહનભાઈ પુંજાભાઈ ચાવડાએ તા.28-04-24ના રોજ ઘરમાં કોઈ ન હતું તે દરમિયાન અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આજુબાજુ માંથી દોડી આવેલા લોકો ઈડર સિવિલમાં લઈ ગયા બાદ હિંમતનગર રિફર કરાયા હતા. મોહનભાઈની બેભાન અવસ્થામાં ગંભીર
હાલતમાં સારવાર શરૂ કરાઈ હતી. જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિ.ડો. પરેશ શીલાદરીયાએ જણાવ્યું કે મોહનભાઈને આઇસીયુમાં રાખી વેન્ટિલેટર પર રાખ્યા હતા. અલગ અલગ વિભાગના 15 તજજ્ઞ તબીબોની ટીમ અને સપોર્ટિંગ સ્ટાફની ધીરજ તથા મહેનતથી સવા મહિને હલનચલન જોવા મળતાં સૌની ખુશીનો પાર રહ્યો ન હતો. ત્યારબાદ પંદરેક દિવસની સારવારને અંતે સંપૂર્ણ સ્વસ્થ થતાં ગુરુવારે રજા અપાઇ હતી. મોહનભાઈ ચાવડા મૃત્યુના દ્વાર સુધી જઈ પરત આવતાં પરીવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો અને સારવાર ટીમે પણ એક સંતોષનો અનુભવ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.